બે દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર સાવલી પંથકમાં વરસાદ શરૂ પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ..

સાવલી તાલુકાના સામતપુરા, વાંકાનેર, ભાદરવા, ટુંડાવ ,બહુથા ,લામડાપુરા, ગોઠડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ..ડેસર તાલુકાના લેરીપુરા ,સિહોરા, અજબપુરા, જુમખા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ..ખેડૂતો થયા ખુશખુશાલ..વાતાવરણમાં ઠંડક પ્રસરી..

વરસાદે ખોલી સાવલી નગરપાલિકાની પોલ..સાવલી નગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાનો શરૂ..સાવલી તાલુકાની જશોદા નગર સોસાયટી આશિષ પાર્ક સોસાયટી માં ભરાયા પાણી..નીચાણ વાળા અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા..

Reporter: admin







