સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય માન. કેયુરભાઈ રોકડીયાના પી.એ જતીન પરમાર અખબારી યાદીમાં જણાવે છે કે, જળસંચય (Catch The Rain) અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાની ગ્રાન્ટમાંથી સયાજીગંજ વિધાનસભા મતક્ષેત્રમાં કુલ ૨૧૮ જેટલા સ્થળોએ રૂ. ૪ કરોડ ૮૦ હજારના ખર્ચે તૈયાર થનાર રીચાર્જ વેલ બનાવવાની કામગીરીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ તા.૧૨-૦૭-૨૦૨૫ના રોજ હરિ ફાર્મ, લક્ષ્મીપુરા રોડ,લોટસ પ્લાઝા પાસે માનનીય કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલના વરદહસ્તે યોજવામાં આવેલ હતો.

માનનીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં પાણી મળે છે જે આપણી જરૂરિયાત કરતા ચાર ગણુ વધારે છે પરંતુ આખા વિશ્વમાં માનવ વસ્તી ૧૮% છે પશુ ધન પણ ૧૮% છે પરંતુ પીવા લાયક પાણી છે તેનું ૪% પાણી આપણી પાસે છે. ૪% પાણીમાં આપણને વરસાદનું પાણી મળે છે જેનો આપણે સંગ્રહ કરી શકતા નથી તેનાથી તે નદીઓમાં વહી જાય છે. આપણી જળસંગ્રહની શકિત ખૂબ જ ઓછી છે આપણા દેશમાં દરેક નદી પર ડેમ બનાવી દીધા છે તો આપણે પાણીનો જળસંસય કરી શકીએ તેવી એક જ પધ્ધતિ છે તે છે કેચ ધ રેન જેનાથી પાણીનો જળસંગ્રહ કરી શકાય તદુપરાંત ભૂગર્ભ પાણીના જળસ્તરોની સપાટી વધારી શકાય.માનનીય વડાપ્રધાન દ્વારા જળસંયયનું અભિયાન શરૂ કરવા આહવાન કરેલ હતું જે આજે રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયું છે. આજસુધી ભારત સરકાર દ્વારા ૧૦ લાખથી વધુ રેઇન વોટર હાર્વેસ્ટીંગ રીચાર્જ વેલ બનાવ્યા છે. આજે જન ભાગીદારીથી કેચ ધ રેન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ગામડામાં ખેડૂતો જોડાયા તેમજ શહેરના નાગરિકો પણ ધીમે ધીમે જોડાઇ રહ્યા છે. પોતાના ઘરોમાં રેન વોટર હાર્વેસ્ટીંગનો ખર્ચ ખૂબ નજીવો હોય છે પરંતુ તેનો ખૂબ જ ફાયદો થાય છે સાથે સાથે જ રિચાર્જ વેલના બનાવવા માટેની અલગ અલગ પધ્ધતિઓ વિશે માહિતી આપી હતી તેમજ આનાથી પૂર નિયંત્રણમાં પણ મદદ મળશે તેમ જણાવ્યું હતું. મોટા કાર્યક્રમોમાં સંખ્યા થઇ જાય છે પરંતુ જળ સંચય જાગૃતિ અભિયાન માટે ૨૦૦ થી વધુ સોસાયટીઓને ભેગા કરી હોલ ઘીચો ઘીચ ભરાઈ જાય તેવા કાર્યક્રમના આયોજન કરવા બદલ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાને કાર્યક્રમની ભવ્યતા માટે અભિનંદન આપ્યા હતા. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઇ રોકડીયાએ કાર્યક્રમની વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ધ્વારા ૨૦૨૧માં કેચ ધ રેન અભિયાન શરુ કરવામાં આવ્યું હતું, જયારે ૨૦૨૪માં માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી ધ્વારા આખા દેશમાં આ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્પેશીયલ ૫૦ લાખ રૂપિયા ફક્ત જય સંચયના કામ માટે જ ફાળવવા જણાવ્યું હતું.

તે અંતર્ગત સયાજીગંજ વિધાનસભામાં ધારાસભ્યની ૮૦લાખથી વધુની ગ્રાન્ટ ફાળવી કુલ ૨૧૮ જેટલા સ્થળોએ રૂ. ૪ કરોડ ૮૦ હજારના ખર્ચે રીચાર્જ વેલ બનાવવાના કામનું ખાર્તમુર્હત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું. નગરજનોની સુવિધાઓમાં રોડ, રસ્તા, ડ્રેનેજ સાથે સાથે લોકોની સુવિધાઓમાં કેચ ધ રેન મારફતે રેન વોટર રીચાર્જ વેલનીકામગીરી સયાજીગંજ વિધાનસભામાં ચાલી રહી છે. પશ્ચિમઝોનના ૮૦/૨૦ RCC રોડ રસ્તા વાર્ષિક ઈજારા પેટે ૮ કરોડ ફાળવવામાં આવ્યા હતા, જેને એકજ દિવસમાં કામોના સુચન કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો તેમજ બીજા ૮ કરોડ એક્સ્ટેન્શન મળતા તેને પણ કામોના સુચન કરી પૂર્ણ થતા બીજા ૫ કરોડ એક્સ્ટેન્શન મળ્યું હતું. જ્યાં પહેલા ૬ કરોડમાં અખા વર્ષના કામો પૂર્ણ થતા હતા તેની જગ્યાએ ૨૧ કરોડના વિકાસના કામો સયાજીગંજ વિધાનસભાને વેગવંતી બનાવી રહી છે. તેમજ સયાજીગંજ વિધાનસભાના કાર્યાલયને બે વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે વીર સાવરકરકુમાર પ્રાથમિક શાળાના બાળકોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે નોટબુક વિતરણ કરવામાં આવી હતી. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા થઈ રહ્યા છે. તેવી થીમના બુક ના કવર પર છાપી બાળકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માહિતી મળે તેવો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. સદર કાર્યક્રમ પ્રસંગે માનનીય મેયર પિન્કીબેન સોની, માનનીય સાંસદસભ્ય ડૉ.હેમાંગ જોષી, માનનીય ધારાસભ્ય મનીષાબેન વકીલ, માનનીય ડે.મેયર ચિરાગભાઇ બારોટ,સ્થાયી સમિતિના માન.અધ્યક્ષ ડૉ. શિતલભાઇ મિસ્ત્રી,શાસક પક્ષના માનનીય દંડક શૈલેષભાઇ પાટીલ,માનનીય મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ એમ.એસ.IAS, ડે.મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ(વ),માનનીય શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, માનનીય શહેર મહામંત્રીઓ, પૂર્વ ધારાસભ્યઓ, પૂર્વ મેયરઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




Reporter:







