News Portal...

Breaking News :

GMERS મેડિકલ કોલેજ & હોસ્પિટલમાં 7 મી એપ્રિલ એ વર્લ્ડ હેલ્થ ડે એ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે હેલ્થ ટોક કાર્યક્રમ

2025-04-07 18:08:26
GMERS મેડિકલ કોલેજ & હોસ્પિટલમાં 7 મી એપ્રિલ એ વર્લ્ડ હેલ્થ ડે એ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે હેલ્થ ટોક કાર્યક્રમ


GMERS મેડિકલ કોલેજ & હોસ્પિટલમાં 7મી એપ્રિલ - વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે "હેલ્થ ટોક" કાર્યક્રમ યોજાયો હતો. 


જેમાં હોસ્પિટલમાં આવતા દર્દી, દર્દીના સગા તથા નર્સિંગ સ્ટુડન્ટ માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ના અધ્યક્ષ ડૉ મિતેષ શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે સાથે GMERS હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ અનુપ ચંદનાની, કોલેજ ના ડીન ડૉ વિશાલા પંડ્યા, એડીશનલ ડીન ડૉ ઓજસ્વીની માલુકર, પૂર્વ ડીન ડૉ મયુર અડાલજા, આર એમ ઓ ડૉ કટલાણા, ઈમરજન્સી મેડીસીન વિભાગના ડૉ શ્રવણ દવે, ડૉ કેદાર મેહતા, મેડીસીન વિભાગના ડૉ હેતી મિશ્રા, ડાયેટીશીયન પૂર્ણિમા પાઠક, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વર્ષા બેન, તથા ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ કાર્યક્રમમાં 3 ટોપીક પર ટોક યોજવામાં આવ્યો હતો. જેમાં 1. હિટ વેવ - હીટ સ્ટ્રોક થી બચાવના ઉપાયો, 2. ઉનાળામાં થતા વાયરલ ઇન્ફેક્શન & બચવાના ઉપાયો. 3. સીઝન પ્રમાણે આહાર માં થતા ફેરફાર આ 3 ટોપીક પર નિષ્ણાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર જિલ્લા ની ૫-૬ કોલેજ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. કુલ આશરે 40 જેટલા પોસ્ટર તૈયાર કરીને GMERS હોસ્પિટલના ઓપીડી પ્રાંગણમાં લગાવામાં આવ્યા હતાં.

Reporter: admin

Related Post