વડોદરા :મહાનગર પાલિકા ના કમિશનર ની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.અલગ અલગ વિસ્તારમાં 4 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

હાથીખાના તેમજ ચોખડી વિસ્તારમાં સહિત અન્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચોખંડી વિસ્તારમાં આવેલ લોટ ઘરમાં ફરાળી લોટના ગોડાઉનમાં ચેકિંગ કરાયું છે.તમામ પ્રકારના ફરાળી લોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તમામ લોકો ઉપવાસ કરતા હોય છે તેઓના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ ચેકિંગ હાથ ધરાયુ છે.






Reporter: admin







