News Portal...

Breaking News :

હેડ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાઈ લોકોએ આરોપીના ઘર અને વેરહાઉસની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી

2024-10-14 21:34:14
હેડ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાઈ લોકોએ આરોપીના ઘર અને વેરહાઉસની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી




સૂરજપુર: છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં તહેનાત હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખની પત્ની અને પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા પછી મૃતદેહને ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને વેરહાઉસની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. ટોળાએ SDMને પણ માર માર્યો હતો. અને તેમને રસ્તા પર દોડાવ્યા હતા. અને સૂરજપુર પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધું હતી. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.



મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર આરોપી કુલદીપ સાહુ છે. આ ઘટનાની શરૂઆત સોમવારની મધ્યરાત્રીએ થઇ હતી. જયારે કુલદીપ શહેરના જ્યારે ચોપાટીમાં હતો. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સાથે તેનુ ઘર્ષણ થયુ હતું. આ પછી કુલદીપ સાહુએ હોટલમાં રાખેલ ગરમ તેલ ભરેલું તપેલું પોલીસ પર ઠાલવી દીધું હતું, જેમાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો.



ત્યારબાદ આરોપી પોલીસથી બચવા માટે ત્યાંથી ભાગી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાગતી વખતે તેણે હેડ કોન્સ્ટેબલને પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખ કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખ આરોપીને પકડવાની તૈયારી કરી રહ્યો હતો. અને આરોપીને પકડવા માટે પોલીસ સ્ટેશનમાં એક ટીમ બનાવવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખના ઘરમાં ઘુસીને તેની પત્ની અને પુત્રીને તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી.'
પોલીસ અધિક્ષક એમ.આર આહિરે આરોપી કુલદીપ સાહુને પકડવા માટે ચાર પોલીસ ટુકડીની રચના કરી દેવાઈ હતી.

Reporter: admin

Related Post