વડોદરાના હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો મોત નિપજ્યા હતા. હાલ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા માટેની સુનવણી હાથ ધરવામાં આવી રહી છે.
ત્યારે પીડિત પક્ષના સિનિયર વકીલ હિતેષ ગુપ્તા દ્વારા શાળા સંચાલકો વિરૂદ્ધ સનસનીખેજ આરોપ લગાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મૃતક શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવાય તે માટે બદઇરાદાપૂર્વક શાળા સંચાલકો દ્વારા બનાવટી સહી સાથેના દસ્તાવેજો રજુ કરાયા છે. આ મુદ્દે આજે રાવપુરા પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી છે. વાડી રંગમહલ ખાતે રહેતા જીગર હિતેન્દ્રભાઇ સુરતીએ રાવપુરા પીઆઇને સંબોધીને ન્યુ સનરાઇઝ સ્કૂલના એમડી રુષી નેવીલ વાડીયા તથા મયુરીબેન બી વ્યાસ, પંકજ એમ ઠક્કર, સુનિતાબેન સી.રાખુંડે, શહેનાઝબાનુ એણ બેલીમ અને દિવ્યાબેન છણાની સામે અરજી કરી છે.તેમણે અરજીમાં જણાવ્યું છે કે તેમની માતા છાયાબેન સુરતીનું હરણી બોટકાંડમાં અવસાન થયું છે. તેમની માતા વાઘોડીયા રોડની ન્યુ સનરાઇઝ સ્કૂલમાં 1-07-2023થી શિક્ષીકા તરીકે નોકરી કરતા હતા અને આ સ્કૂલમાં તેમને રોકમાં પગાર ચૂકવાતો હતો.
શાળામાં તમામ પગારદારોનો પગાર રેવન્યુ સ્ટેમ્પ લગાડીને પગાર પત્રકમાં સહી કરીને ચૂકવાતો બતો જેમાં પત્રકોમાં જે રકમ ભરવામાં આવતી હતી તેનાથી ઓછો પગાર રોકડમાં ચુકવાતો હતો. તેમની માતા વિધવા હોવાથી તથા ખુબ જ આર્તઇક મુશ્કેલીઓ હોવાથી શાળાનું આ આર્થિક શોષણ વેઠીને પણ તેમની માતા નોકરી કરતા હતા. બોટકાંડ બાદ ગુજરાત હાઇર્ટના આદેશ બાદ નાયબ કલેક્ટર કચેરીમાં વળળતર માટે સુનાવણી શરુ થઇ હતી. આ ઇન્ક્વાયરીની સુનાવણી દરમિયાન તેમની માતા અને તેમની સાથે અન્ય શિક્ષીકા ફાલ્ગુનીબેન મનિશભાઇ પટેલનો પગાર વળતર નક્કી કરવા માટે શાળા સંચાલકો પાસેથી પગાર પત્રક કે જેની ઉપર બંને મૃત શિક્ષીકાની સહી હોય તેવા દસ્તાવેજો કબજે કરવા જરુરી હતી અને રેકોર્ડ મુજબ જે પગાર ચુકવામાં આવતો હોય તેના આધારે વળતર નક્કી કરી શકાય તેમની રજૂઆત બાદ નાયબ કલેક્ટરે શાળા સંચાલકોને બંને મૃત શિક્ષકોની સહિવાળા દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ આરોપીઓએ ગુનાહિત શડયંત્ર રચી બંને શિક્ષીકાને ઓછું વળતર મળે અને સ્કૂલને વધુ આર્થિક નુકશાન ના થાય તે માટે નવેમ્બર તથા ડિસેમ્બર 2023ના પત્રકો તૈયાર કર્યા હતા જેમાં બંને મૃત શિક્ષીકાઓની ખોટી સહિઓ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કરી નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે આ દસ્તાવેજોમાં તેમની માતાની જે સહી હત તેમની માતાની સહી જ ન હતી. અને પત્રકમાં પગાર બાબતની જે વિગતો દર્શાવાઇ હકી તે પણ ખોટી હતી. બંને મહિનાના પત્રકોમાં આખા પાના પર ફક્ત તેમની જ માતાનું નામ લખાયું હતું અને રેવન્યુ સ્ટેમ્પ લગાડી તેમની માતાની ખોટી સહિઓ કરાઇ હોવાનું જણાઇ આવ્યું હતું. તેમની માતા સાથે નોકરી કરતા સ્વાતીબેન હીજલીનાઓ પણ તેમની માતાની સાથે જ ચોપડામાં સહી કરતા હતા અને આ દસ્તાવેજો જોઇને તેમણે પણ ખાત્રી કરી હતી કે આ દસ્તાવેજ ખોટો અને ઉભો કરાયેલો છે અને મૃત શિક્ષીકાની ખોટી સહિઓએ કરાઇ છે. અન્ય મૃત શિક્ષીકા ફાલ્ગુનીબેનના પતિએ પણ તેમની પત્નીની ખોટી સહિઓ હોવાનું જણાવ્યું હતુંજેથી શાળા સંચાલકોએ ખોટો અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેને સાચો તરીકે ઉપયોગ કરી ગંભીર ગુનો આચર્યો છે અને સરકારી કચેરીમાં રજૂ કરેલો છે તે મામલે તેમણે પોલીસમાં અરજી કરી હતી.
Reporter: admin