News Portal...

Breaking News :

હરણી બોટકાંડ શાળા સંચાલકોએ શરમ નેવે મુકી, મૃત શિક્ષકની બોગસ સહિવાળા દસ્તાવેજો રજૂ કર્યા

2025-01-24 09:53:59
હરણી બોટકાંડ શાળા સંચાલકોએ શરમ નેવે મુકી, મૃત શિક્ષકની બોગસ સહિવાળા દસ્તાવેજો રજૂ કર્યા


હરણી બોટકાંડના નિર્દોષ મૃતકોને યોગ્ય વળતર મળે તે માટે પરિવારોની લડત ચાલી રહી છે અને નાયબ કલેક્ટર સમક્ષ તેની રોજ સુનાવણી ચાલી રહી છે 


ત્યારે આજે પીડિત પરિવારોના વકિલ હિતેશ ગુપ્તાએ ચોંકાવનારો પર્દાફાશ કર્યો હતો કે શાળા સંચાલકોએ જે મૃત શિક્ષકોના નામની બોગસ સહિઓ વાળા દસ્તાવેજો રજૂ કર્યા છે અને આ બાબતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.હરણી બોટકાંડના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ઝઝુમી રહેલા શહેરના જાણીતા ક્રિમીનલ લોયર હિતેશ ગુપ્તા પીડિત પરિવારો સાથે આજે નાયબ કલેક્ટર સમક્ષ સુનાવણી માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે શાળા સંચાલકો  ચેકથી નહી પણ રોકડથી પગાર ચૂકવતા હતા અને પગાર પાવતીમાં વધારાના પગાર પર સહિ કરાવાતી હતી અને રેકર્ડ પ્રમાણે તે કેટલો પગાર ચુકવતા હતા તે દસ્તાવેજ મંગાવવા રજૂઆતો કરી હતી. 


તેમણે પર્દાફાશ કરતાં કહ્યું કે શાળા સંચાલકોએ સ્ટેમ્પ લગાવીને જે પેપર રજૂ કર્યા છે તે આઘાત જનક છે કારણ કે મૃતકોનો પગાર ઓછો બતાવવા માટે ગુજરી ગયેલા લોકોની સહિઓવાળા દસ્તાવેજો શાળા સંચાલકોએ  રજૂ કર્યા હતા. દસ્તાવેજોમાં બોગસ સહિઓ કરાઇ છે. શાળા સંચાલકો જે રજીસ્ટરમાં સહી કરાવતા હતા તેમાં મૃત શિક્ષકી સાથે તે રજીસ્ટરમાં બચી ગયેલા શિક્ષીકા પણ સહી કરતા હતા પણ શાળા સંચાલકો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજમાં એક જ પાનામાં પર માત્ર છાયાબેનનું નામ લખીને સહી કરાઇ છે. વાસ્તવમાં તમામ પગારદારોની એક જ પાનામાં સળંગ સહિઓ હોય છે પણ રજૂ કરાયેલા પેપરમાં એક જ શિક્ષકની સહિ છે જેથી આ ગુનાહીત કૃત્ય છે અને બનાવટી દસ્તાવેજ બનાવવા અને તપાસને ગેરમાર્ગે દોરવા અને ગુનાહીત ષડયંત્ર રચ્યું છે તો તેની સામે ફરિયાદ કરાશે. આવનાર દિવસોમાં જે આ ગુનાહીત કૃત્ય કર્યું છે તેની સામે તત્કાલિક પગલાં લેવાની કાર્યવાહી કરીશું.

Reporter:

Related Post