સુખલીપુરાની જમીનમાં બોગસ જમીન માલિક રજૂ કરી બોગસ દસ્તાવેજો કરીને 21 લાખ પડાવી લેવાયા હોવા બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સિમિતના પૂર્વ ચેરમને દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સમા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલો હવે ધીમે ધીમે ગરમાઇ રહ્યો છે.
જે રીતે પરાક્રમસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તે જોતાં કેટલાક તથ્યો શંકાસ્પદ રીતે જણાઇ આવ્યા છે. એવું પણ શહેરમાં ચર્ચાઇ રહ્યું છે કે ફરિયાદી પરાક્રમસિંહને સમગ્ર મામલાની જાણ હતી. દસ્તાવેજોના પૈસા પણ પરાક્રમસિંહે ચૂકવી દીધા અને આરોપીઓને પૈસાની જરુર હોવાથી તેમની ઝપેટમાં આવી પણ ગયા. જમીનના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા પરાક્રમસિંહને બોગસ જમીન માલિક ઉભો કર્યો હોય અને તેમની જાણમાં ના હોય તે માનવામાં આવતું નથી. સમગ્ર મામલામાં પૈસા અપાયા બાદ દસ્તાવેજ પણ થઇ ગયો અને જ્યારે સબ રજીસ્ટ્રારે નોટિસ મોકલી ત્યારે મૂળ જમીન માલિકને ખબર પડી અને મામલાનો પર્દાફાશ થઇ ગયો. પોતાના પર ના આવે એટલે પરાક્રમસિંહે જાતે જ ફરિયાદ નોંધાવી હોય તેવું પણ બની શકે. અને ત્યારબાદ મારી જાણ બહાર થયું તેવું સામે ચાલીને કહેવા માડ્યા. સમગ્ર મામલે ઘણા સવાલો છે. જેમકે જમીન ખરીદવાની પ્રક્રિયા એક વર્ષથી ચાલતી હોય અને એક વર્ષથી પરાક્રમસિંહ પાસે મોબાઈલ નંબર ના હોય કે મૂળ જમીન માલિક મળ્યો જ ના હોય તે વાત ગળે ઉતરતી નથી. જેથી આખા મામલામાં દાળમાં કંઇ કાળુ હોય તેવું લાગી રહ્યું છે.
એટલે જ સવાલ થઇ રહ્યો છે કે આ જમીન આખરે છે કોની અને હાલ મૂળ જમીન માલિક કોણ છે. જમીન માલિકનો જવાબ લેવાયો છે કે કેમ તે પણ સવાલ છે. આ મામલામાં આમ તો મૂળ જમીન માલિક સાથે છેતરપીંડી થઇ છે કારણ કે તેની જમીન બારોબાર વેચવાની વાત છે અને મૂળ જમીન માલિકના બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાની વાત છે ત્યારે મૂળ જમીન માલિકે કેમ ફરિયાદ ના કરી અને પરાક્રમસિંહે ફરિયાદ કરી તે સમજાતું નથી. સમગ્ર મામલામાં ઘણી શંકા છે.તપાસમાં સ્ફોટક માહિતી આવે તેમ છે.વર્ષોથી જમીનનાં ધંધા સાથે સંકળાયેલા પરાક્રમસિંહ કદી છેતરાય ખરા ? ફરિયાદ મુજબ દસ્તાવેજી પુરાવા એકત્રીત કરાઇ રહ્યા છે...પીઆઇ સમા પીઆઇએ જણાવ્યું હતું કે હાલનો ફરિયાદ મુજબ દસ્તાવેજી પુરાવા એકત્રીત કરાઇ રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ માહિતી મળશે. તેમણે કહ્યું કે જમીનનો મૂળ માલિક મોરબીના અમૃતલાલ નામના વ્યક્તિ છે અને હાલ સમગ્ર કેસની તપાસ થઇ રહી છે. પોલીસે જે બોગસ જમીન માલિક જુમાનજી સોઢાને પકડ્યો છે તેના ઘરનું પંચનામું કર્યું છે. બીજી તરફ સમગ્ર મામલે સમા સબ રજીસ્ટ્રાર રાવલે કહ્યું કે આ પોલીસ તપાસનો વિષય છે અટલે વધું કંઇ કહી શકાય તેમ નથી
Reporter: admin