21 છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આજે મંગળવારે વહેલી સવારે 7:00 વાગ્યાથી મતદાનનો શુભારંભ થયો છે જેમાં હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા હાલોલ તાલુકા,જાંબુઘોડા તાલુકા અને ઘોઘંબા તાલુકાના કુલ 342 મતદાન બુથો ઉપર આજે મતદાન યોજાવાનું છે જેને લઇને અનેક રાજકીય અગ્રણીઓ સહિત તમામ સામાજિક અગ્રણીઓ હસ્તીઓ અને તમામ નામી અનામી હસ્તીઓ વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર ઉમટી પડી છે ત્યારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી તેમજ કંજરી સ્ટેટના રાજવી પરિવારના મોભી એવા જયદ્રથસિંહ પરમાર તથા તેઓના સુપુત્ર કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર પોતાના સમસ્ત પરિવાર તેમજ પોતાના મિત્ર વર્તુળ સાથે આજે કંજરીની કન્યા શાળા ખાતે આવેલા મતદાન મથક ખાતે આજે મંગળવારે સવારે 8:00 વાગ્યા બાદ મતદાન કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ પોતાનો કિંમતી અને પવિત્ર મત પોતાના ઉમેદવારને આપી પોતે પોતાની મતદાતા તરીકેની ફરજ નિભાવી સમગ્ર હાલોલ વિધાનસભા મત વિસ્તારની પ્રજાને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાની જીતનો પાકો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Reporter: News Plus