શિવાજી વાળન ગ્રામસ્ત મંડળ વડોદરા દ્વારા મહારાષ્ટ્રીયન પ્રથા અનુસાર હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મહિલાઓ દ્વારા સૌભાગ્યવતી મહિલાને હલ્દી કુંકુ આપીને "તિલ ગુડ ઘ્યા ગોડ ગોડ બોલા" કહી ને તલ ના લાડુ ખવડાવ્યા હતા. તેમજ સમાજના પ્રમુખ કૃપેશ સુરેશભાઈ ઉત્તેકર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમારા સમાજ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ થી રથસપ્તમી સુધી ઉજવવામાં આવે છે અને દર વર્ષે અમારા સમાજ ના સિનિયર સિટીઝનનું તેમજ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.
Reporter: admin







