નવી દિલ્હી: રાજીવ કુમારની નિવૃત્તિ બાદ જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવશે.
1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બનતા ખાલી પડેલા પદ પર વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે.રાજીવ કુમાર આજે 18 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની બનેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ તરત જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકનો આદેશ આપવામાં આવ્યો.જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે અને રાજીવ કુમારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પેનલમાં અન્ય બે કમિશનરો કરતાં વરિષ્ઠ છે.
Reporter: admin