અમદાવાદઃ ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર સહિત વિવિધ વિદ્યાશાખાઓની કુલ 1,39,283 બેઠકો પર પ્રવેશ માટે આજે 23મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે,
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા લેવાશે, આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી કુલ 1,29,706 વિદ્યાર્થીઓ નોંધાયા છે. અમદાવાદ સહિત 34 શહેર-જિલ્લામાં આજે ગુજકેટની પરીક્ષા લેવાશે.
ગુજરાતમાં એન્જિનિયરિંગની 1,27,538 જેટલી બેઠકો ઉપરાંત ફાર્મસીની 10,752, એગ્રીકલ્ચરની 678 અને વેટરનરીની 315 બેઠકો છે. કૂલ 1,39,283 બેઠકો પર મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે, ગુજકેટની પરીક્ષા માટે 1,29,706 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યમાં સુરતમાં સૌથી વધુ 19,067 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640, રાજકોટમાં 9,439, વડોદરામાં 8,351 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Reporter: admin