પાટણ :આંધ્રપ્રદેશના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ દ્વારા લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરી કરવા બાબતે ગુજરાતના પાટણ પોલીસે ગુજજુ પુષ્પા ની અટકાયત કરી છે.
જેના આધારે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે લાલ ચંદનની તસ્કરી સંદર્ભે ટીમની રચના કરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલીસ કરતાં પ્રાપ્ત માહિતી અન્વયે પરેશ કાંતીજી ઠાકોર , હંસરાજ વીરાજી જોષી તથા ઉત્તમ નંદકિશોરભાઇ સોનીની અટકાયત કરવામાં આવી હતી. આશરે 3 મહિના અગાઉ ગાડીમાં શાકભાજીની આડમાં લાલ ચંદનની તસ્કરી કરી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ પ્રતિબંધીત લાલ ચંદનનો જથ્થો પાટણના સિધ્ધપુર હાઈવે પર આવેલા ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.વધુમાં આ શખસો આ લાલ ચંદનને મલેશિયા અને ચાઇના જેવા દેશોમાં સંપર્ક કરી એક્સ્પોર્ટ કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ એલસીબીએ લાલ ચંદનની તસ્કરીમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા મુજબ અટકકરી વધુ કાર્યવાહી માટે પાટણ સીટી બી ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સનીટીમ અત્રે આવતાં પાટણ ખાતેથી 4.5 ટન વજનનો અને રૂપિયા બે કરોડથી વઘુનો લાલ ચંદનનો 150 થી વધુ લોગનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ, અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જયારે લાલ ચંદનની હેરાફેરી અંગેનો ગુનો ચિરૂપતી પોલીસ મથકે નોંધાયેલા હાવાથી આંધ્રપ્રદેશ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા આરોપીઓના ટ્રાન્સીઝીસ્ટ રિમાન્ડ મેળવી લાલ ચંદન તસ્કરીના ગુનામાં કાર્યવાહી કરાશે.રક્ત ચંદનની દાણચોરીમાં પકડાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીના પ્રેમ લગ્ન આંધ્રપદેશની મહિલા સાથે થયા છે અને જેના કારણે આ આરોપીને આંધ્રપ્રદેશમાં લાલ ચંદનની તસ્કરીનો પ્લાન બનાવવા તેમજ સ્થાનિક તરસ્કરો સાથે સબંધ બનાવવા માટે આંધ્રપ્રદેશની સ્થાનિક ભાષામાં સરળતા મળી હતી.
Reporter: admin