News Portal...

Breaking News :

શિયાળાના આગમન સાથે શાકભાજીની આવક ડભોઇના બજારોમાં વધી

2024-12-14 14:29:54
શિયાળાના આગમન સાથે શાકભાજીની આવક ડભોઇના બજારોમાં વધી


વડોદરા :શિયાળાના આગમન સાથે જાત જાતના શાકભાજીની આવક ડભોઇ શહેર બજારોમાં વધી રહી છે. તેમા સ્વાસ્થ વર્ધક શાકભાજી આવી ગઇ છે.


જેથી લોકોમાં શિયાળામાં આંબળા,લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજી ની ડીમાન્ડ વધી ગઈ  છે.આંબળા,લીલી ડુંગળી, બીટ, ગાજર જેવા શાકભાજીની લોકો ખરીદી કરી રહ્યા છે.લીલી ડુંગળી ભોજન બનાવટ ઉપરાંત અન્ય લીલી શાકભાજીને વધુ ટેસ્ટ ફૂલ બનાવવા માટે વધુ મહત્તમ ઉપયોગ થતો હોય છે. આરોગ્યવર્ધક શિયાળાની તુમાં ખાવામાં આવતી લીલી ડુંગળી સલ્ફરનો હોય ખરેખર માનવ શરીર માટે અત્યંત ફાયદા કારક ગણાતી રહેલી છે.લીલી ડુંગળી કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. એટલું જ નહિ તેના અન્ય પણ આરોગ્યલક્ષી લાભો છે.


હોટલ રેસ્ટોરેન્ટમાં મળતી ચટાકેદાર ચાઈનીઝની વિવિધ વાનગીઓમાં અત્યંત આવશ્યક ઘટક ગણાતી લીલી ડુંગળીના લીલી પાંદડાવાળો અને અન્ય સફેદ ભાગ બંને ખાદ્ય છે.વર્ષ દરમિયાન મળતી સૂકી ડુંગળીના તીખા સ્વાદની સરખામણી માં થોડો હળવો સ્વાદ ધરાવતી લીલી ડુંગળી રાંધીને કે કાચી પણ ખાઈ શકાતી હોય તેનો કોઈ પણ લીલા શાકભાજી બનાવવામાં ભોજન વધારે બનાવવામાં મહત્તમ ઉપયોગ થાય છે ડભોઇ શહેરમાં બજારોમાં શિયાળાના આગમન સાથે લીલી ડુંગળી અને લીલુ લસણના વેચાણમાં ઉછાળો આવ્યો હતો. ફલેવોનોઈડસ જેવા સંયોજનો ધરાવતી લીલી ડુંગળી કેન્સર સેલ ઉત્પન્ન કરનાર ઉત્સેચકો સામે લડે છે. આથી આયુર્વેદાચાયી અને આહારશાસ્ત્રીઓ કેન્સરના જોખમો ટાળવા માટે આહારમાં લીલી ડુંગળીનો મહત્તમ ઉપયોગ કરવાનું સુચન કરતા હોય છે. એટલું જ નહિ હાડકા, પેટ સબંધિત બીમારીઓ, ઝાડા, કબજીયાત અને અન્ય સહીત કોઈપણ જઠરને લગતી સમસ્યાને હળવી કરવા માટે, હાઈ બ્લડપ્રેશર, મોટાપા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ઈન્સ્યુલિનનુંસ્તર વધારવા માટે આંખની તંદુરસ્તી માટે સારો વિકલ્પ ગણાતી લીલી ડુંગળી છે.

Reporter: admin

Related Post