News Portal...

Breaking News :

ગુજરાતનું પ્રથમ સબ સ્ટેશન પહેલા માળે બનશે

2025-05-23 11:36:44
ગુજરાતનું પ્રથમ સબ સ્ટેશન પહેલા માળે બનશે


વડોદરા: શહેરમાં 66 કેવી અટલ ગાર્ડન સબ સ્ટેશન નું ભૂમિ પૂજનનો કાર્યક્રમ આજે યોજાયો  હતો.



આ સબ સ્ટેશન ગુજરાતનું પ્રથમ એવું સબ સ્ટેશન હશે કે જે પ્રથમ માળે બનાવવામાં આવશે. અંદાજિત 60 કરોડના થી પણ વધુ ખર્ચે બનવા જઈ રહ્યું છે અટલ ગાર્ડન સબ સ્ટેશન. સબ સ્ટેશનના ભૂમિ પૂજનમાં જેટકોના એમ.ડી ભુપેન્દ્ર પાંડે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત કાઉન્સિલરો  ઉપસ્થિત રહ્યા હતા.


અટલ ગાર્ડન સબ સ્ટેશન બનવાથી 11,000 થી પણ વધુ વ્યવસાયિક એકમ અને ઘરોને ફાયદો થશે. આવનારા સમયમાં અન્ય વધુ ચાર સબ સ્ટેશન બને તેવી માહિતી પણ આપી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ પણ કહી રહ્યા છે કે વીએમસીમાં આવતી તમામ કચેરીઓ પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

Reporter: admin

Related Post