વડોદરા : ઝઘડિયામાં બાળકી બળાત્કાર ના મુદ્દે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.
દુષ્કર્મની ધટના પર નિવેદન કરતા ચૈતર વસાવા એ ગુજરાતમાં બની રહેલી ધટના ને વખોડી છે.નરાધમ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મહિલા સુરક્ષાની વાતો વચ્ચે ગુજરાત સુરક્ષિત નથી. ત્યારે સરકારના મુખ્યમંત્રી અને સરકારના મંત્રીઓ મૌન કેમ છે. સરકારે જવાબ આપવો પડશે.પ્રજા સમક્ષ જવાબ આપવો પડશે. કડક કાર્યવાહી સાથે દાખલાઓ બેસાડવા પડશે.
Reporter: admin