વડોદરા : લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ તળાવમાં ગાડી ખાબકવાથી યુવાન મૃત્યુ પામ્યો હતો.તંત્રની બેદરકારીના કારણે નવ યુવાન જીવગુમાવાનો વારો આવ્યો છે.

વડોદરા શહેરમાં આવેલ લક્ષ્મીપુરા ગામમાં મુક્તિધામ પાસે તળાવ આવેલું છે જેમાં રાતે 12:30 થી 1:00 વાગ્યાની વચ્ચે ગાડી માં પડવાથી કેતન પ્રજાપતિ નામના યુવાનનો મૃત્યુ થયું છે ક્યાંક ને ક્યાંક તંત્રની બે જવાબદારી છે તળાવની આજુબાજુ ફેન્સીંગ કરવામાં આવેલ નથી તેમ જ રેડિયમ લગાવવામાં આવ્યા નથી જો રેડિયમ લગાવ્યા હોત તો કોઈ પણ રાહદારીને ખબર પડી શકે કે આગળ રસ્તો બંધ છે, પણ રેડિયમ ના લગાવવાની લીધે થઈને રાતના સમયે આ ઘટના બની આવનારા સમયમાં આવી ઘટના ના બને તે માટે તાત્કાલિક ધોરણે તંત્ર જાગે ભૂતકાળમાં પણ આ તળાવમાં આવી ઘટનાઓ બની છે

કારણ કે એક બાજુ ડેવલોપમેન્ટના નામે મોટી મોટી સ્કીમો બની ગઈ છે તેમાં આવતા લોકો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં વેરો વસૂલવામાં આવે છે પણ ટીપીના રસ્તાઓ હજી પણ આ વિસ્તારની અંદર ખોલવામાં આવ્યા નથી જેના લીધે થઈ ગઈ કાલે રાતે આ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ક્યાંક ને ક્યાંક તંત્ર સંપૂર્ણ પણે આ બાબતમાં જવાબદાર છે અને તાત્કાલિક ધોરણે ટીપી ખુલે જે તળાવમાં ફેન્સીંગ કરવું જોઈએ પ્રોપર કરે એના ઉપર રેડિયમ અને ભયના જે સિમ્બોલ લગાવે તેમજ જ્યારે વડોદરા શહેરમાં અનેક તલાવો ઉપર તળાવ અને ટ્યુબની વ્યવસ્થા હોય છે તો લક્ષ્મીપુરા તળાવની આજુબાજુ કેમ ત્યાં કોઈ તરાપાની વ્યવસ્થા કે કોઈપણ જાતની ફાયર ટ્યુબની વ્યવસ્થા ન હતી જેના લીધે થઈને એ યુવાને પોતાનો જીવ ગુમાવ પડ્યો જો ત્યાં કોઈ ફાયર સેફ્ટી ની વ્યવસ્થા હોત પ્રાથમિક સુવિધા હોત તો સ્થાનિક લોકો એ ઉપયોગ કરીને આ યુવાનને બચાવી શકેત. તેમજ તેના સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં દેખાય છે.
Reporter: admin