News Portal...

Breaking News :

US માં શટડાઉનને રોકવા માટે એક બિલ પસાર: 366-34ના મતથી બિલ પાસ

2024-12-21 14:14:11
US માં શટડાઉનને રોકવા માટે એક બિલ પસાર: 366-34ના મતથી બિલ પાસ


વોશિંગટન : યુએસ સંસદમાં પસાર થયેલા આ બિલે સરકારને શટડાઉનથી બચાવી લીધી છે. 


આર્થિક સંકટનો સામનો કરી રહેલા અમેરિકામાં સરકારી શટડાઉનને રોકવા માટે આ બિલ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. બિલને સેનેટમાં 85-11ના મતથી પસાર કરવામાં આવ્યું હતું, જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે 366-34ના મતથી બિલ પસાર કર્યું હતું.અમેરિકી સંસદે શનિવારે સવારે સરકારી શટડાઉનને રોકવા માટે એક બિલ પસાર કર્યું હતું. આ બિલને રાષ્ટ્રપતિ બાઈડેનના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. 


હસ્તાક્ષર બાદ આ બિલ લાગુ કરવામાં આવશે. સેનેટમાં બિલ 85-11ના મતથી પસાર થયું હતું, જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે 366-34ના મતથી બિલ પસાર કર્યું હતું. શટડાઉનને રોકવા માટે આ બિલ જરૂરી હોવાનું કહેવાય છે.આ બિલમાં શટડાઉન સમાપ્ત કરવા માટે જરૂરી જોગવાઈઓ સામેલ છે. આમાં સરકારી શટડાઉનને ટાળવા માટે જરૂરી નાણાંની જોગવાઈનો પણ સમાવેશ થાય છે. કુદરતી આફતોથી પ્રભાવિત લોકો માટે બિલમાં રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે.

Reporter: admin

Related Post