વડોદરા : કોર્પોરેશન તંત્રની નિષ્કાળજીના પાપે હરણી બોટ દુર્ઘટનામાં ૧૪ હતભાગી મૃતકો મોતને ભેટ્યા.આ કરૂણ દુર્ઘટનાના કુલ ૧૮ આરોપી પૈકી ૪ના જામીન મંજૂર થયાં હોવાની વિગતો મળી છે.
વડોદરા હરણી મોટનાથ તળાવમાં સર્જાયેલી ઘટના માં ૧૨ બાળકો અને બે શિક્ષિકા સહીત ૧૪ના ડૂબી જવાથી કરુણ મોત થયા હતા. આ ઘટનામાં 18 આરોપીઓની ધરપકડ કરી હતી.
18 આરોપી પૈકી ચાર મહિલા આરોપીઓએ પોતાની અરજી નીચલી કોર્ટમાં નામંજુર થતા તેઓએ ઉપલી કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરી હતી.જે હાઇકોર્ટે મંજૂર કરી હતી જેમા વડોદરા કોર્ટ દ્વારા નામંજૂર થયેલી જામીન અરજીને હાઇકોર્ટે મંજૂરી આપી હતી
જેમાં મહિલા આરોપીઓ તેજલ દોશી,નેહા દોશી,નૂતન પરેશ શાહ,વૈશાખી શાહને હાઇકોર્ટે જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, તેમજ સમગ્ર બાબતો તપાસ કરી ખાતાકિય અને આર્થિક તપાસના આદેશ પણ જારી કર્યા છે.
Reporter: News Plus