News Portal...

Breaking News :

ઈવીએમ કેપ્ચરીંગની ઘટના વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ

2024-05-08 16:47:41
ઈવીએમ કેપ્ચરીંગની ઘટના વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ



વડોદરા : ગુજરાતમાં પાંચ વિધાનસભા સાથે 25 લોકસભા માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. આ દરમિયાન દાહોદ લોકસભા બેઠક પર ઈવીએમ કેપ્ચરીંગની ઘટના સામે આવી હતી. જેનો વીડિયો પર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ ઘટના અંગે ચૂંટણી પંચે અહેવાલ મંગાવ્યો છે.



સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઈવીએમ કેપ્ચરીંગ બીજા કોઈએ નહીં પણ ભાજપ નેતાના જ પુત્ર વિજય ભાભોરે કર્યું છે. જોકે વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ છે. હાલ માહિતી મળી રહી છે કે, વિજય અને અન્ય એક શખ્સની પોલીસે અટકાયત કરી છે.




દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તાર મહીસાગરના સંતરાપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું. એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેમના સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયોમાં વિજય ભાભોર કહી રહ્યો છે કે '5-10 મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.'

Reporter: News Plus

Related Post