News Portal...

Breaking News :

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 52 બાળકના મોત : કુલ 130 કેસો નોંધાયા

2024-07-28 11:25:33
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 52 બાળકના મોત : કુલ 130 કેસો નોંધાયા


અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 52 બાળકના મોત થયા છે. જ્યારે અત્યાર સુધી એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 


શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ છે. અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમા એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. જેમાં સાબરકાંઠા 12, અરવલ્લી-સાત, મહીસાગર બે, ખેડા સાત, મહેસાણા સાત, રાજકોટ છ, સુરેન્દ્રનગર પાંચ, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-છ, પંચમહાલ-15, જામનગર-છ, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન ત્રણ, છોટાઉદેપુર બે, દાહોદ ત્રણ, વડોદરા છ, નર્મદા બે, બનાસકાંઠા પાંચ, વડોદરા કોર્પોરેશન બે, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં એક-એક કેસ, રાજકોટ કોર્પોરેશન ચાર, કચ્છ ત્રણ, સુરત કોર્પોરશન બે, ભરૂચ ત્રણ, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન એક-એક શંકાસ્પદ કેસો નોંધાયા છે.


રાજ્યમાં સાબરકાંઠા છ, અરવલ્લી ત્રણ, મહીસાગર એક, ખેડા ચાર, મહેસાણા ચાર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બે-બે કેસ, અમદાવાદ કોર્પોરેશન ત્રણ, ગાંધીનગર એક, પંચમહાલમાં સાત, જામનગર અને મોરબીમાં એક-એક કેસ, દાહોદ બે, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયા છે, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશન સહિત કચ્છ જિલ્લામાંથી એક-એક કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ 45 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 38 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Reporter:

Related Post