News Portal...

Breaking News :

IAS એકેડમી પાણીમાં ડૂબ્યું; પાણી ભરાતા બે વિદ્યાર્થિનીઅને એક વિદ્યાર્થીનું ડૂબવાથી મોત

2024-07-28 11:19:48
IAS એકેડમી પાણીમાં ડૂબ્યું; પાણી ભરાતા બે વિદ્યાર્થિનીઅને એક વિદ્યાર્થીનું ડૂબવાથી મોત


નવી દિલ્હી : અતિ ભારે વરસાદને પગલે રાજેન્દ્રનગર ખાતે આવેલા રાવ IAS એકેડમી પાણીમાં ડૂબ્યું છે.


એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાતા બે વિદ્યાર્થિનીઅને એક વિદ્યાર્થીનું ડૂબવાથી મોત થયું છે. પોલીસે જણાવ્યું કે શનિવારે સાંજે પાણી ભરાયાં બાદ માહિતી મળી હતી કે ભોંયરામાં બનેલી લાઇબ્રેરીમાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, બેઝમેન્ટમાં પાણી ભરાયું હોવાથી તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન NDRF અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાતથી સવાર સુધીમાં બે વિદ્યાર્થીની અને એક છોકરાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. NDRFએ જણાવ્યું કે 14 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કાર્ય પૂર્ણ થયું છે.


 ફાઈનલ રાઉન્ડ માટે શોધખોળ ચાલી રહી છે.અકસ્માત બાદ વિદ્યાર્થીઓએ મોડી રાતથી MCD વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. સવારે વિરોધ કરી રહેલા એક વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે 8-10 લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.દિલ્હી ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે, ત્યારે UPSC ની તૈયારી કરાવતા રાવ IAS કોચિંગના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થી ફસાયા છે. જેમાં બે વિદ્યાર્થિનીઓનું પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે બેઝમેન્ટમાં આશરે 12 ફૂટ જેટલાં પાણી ભરાયાં છે. જેમાંથી ફાયર વિભાગ અને NDRFની ટીમ દ્વારા 3-4 ફૂટ પાણી બહાર નિકાળવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post