News Portal...

Breaking News :

2 મીટર લાંબો આઈફોનનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

2024-09-08 11:18:57
2 મીટર લાંબો આઈફોનનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ


એક યુટ્યુબરે આ આશ્ચર્યજનક કારનામું કર્યું છે. બ્રિટિશ ટેક કન્ટેન્ટ ક્રિએટર અરૂણ રૂપેશ મૈની, જેને મિસ્ટર હૂજદ બૉસના નામથી ઓળખવામાં આવે છે 


તેમણે દુનિયાનો સૌથી મોટો સ્માર્ટફોન રેપ્લિકા બનાવીને એક નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તઆ ઓવરસાઇઝ્ડ iPhone 15 Pro Max 6.74 ફૂટ લાંબો છે.મિસ્ટરહૂજદબૉસ નામની યુટ્યુબ ચેનલ ચલાવનાર વ્યક્તિનું સાચું નામ અરુણ મૈની છે. તેણે 2 મીટર લાંબો આઈફોન બનાવીને વિશ્વના સૌથી મોટા સ્માર્ટફોનની પ્રતિકૃતિનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સંરચના iPhone 15 Pro Maxનું લઘુત્તમ સંસ્કરણ છે, જે સંપૂર્ણપણે કાર્યરત છે. 


આ ફોનનો પ્રોટોટાઈપ બનાવવામાં મેથ્યુ પર્કસે અરુણની મદદ કરી હતી. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, તેણે DIYPerks સાથે જોડાણ કર્યું છે.માણસની ઊંચાઈ કરતા પણ મોટા આ 6 ફૂટના iPhoneની ડિસ્પ્લે સારી રીતે કામ કરે છે. તમે આ iPhoneની સ્ક્રીનને સરળતાથી સ્ક્રોલ કરી શકો છો અને તેમાંથી ઈમેલ અને મેસેજ પણ મોકલી શકો છો. એટલું જ નહીં આ iPhoneનો કેમેરા, ફ્લેશ લાઈટ અને ચાર્જિંગ પોર્ટ પણ સારી રીતે કામ કરે છે. આ ફોનમાં તે દરેક એપ્લીકેશન ચલાવી શકાય છે, જે સાધારણ આઈફોનમાં હોય છે.

Reporter: admin

Related Post