વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ વડોદરા શહેરમાં ઇતિહાસમાં પ્રથમવાર સૌથી વઘુ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું.
પુર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રમાંથી કોઈ પણ વડોદરા આવ્યું નથી.વડોદરા ભારતીય જનતા પક્ષની પ્રબળ વોટ બેન્ક હોવા છતાં પણ વડોદરા વાસીઓની ભાજપની નેતાગીરી સતત આગળના કરતું રહ્યું છે હવે આવનારી ચૂંટણીમાં ભાજપને વડોદરા વાસીઓ બરોબર ના પાઠ ભણાવે તો નવાઈ નહીં.જ્યાં વિસ્તારોમાં પાણી ક્યારેય ભરાતા ન હતા તે વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા.
ભાજપના મોટાભાગના નેતાઓ વિસ્તારોમાં પહોંચ્યા તો નહીં જેને કારણે લોકોનો રોષ ખુબ જ આસમાને પહોંચ્યો છે જેઓની કર્મભૂમિ હોવાની અવારનવાર વાતો કરે છે તેવા પ્રધાનમંત્રી, નેતાઓ કે છાશવારે વડોદરા દોડી આવતા પ્રદેશ પ્રમુખ અને જળસંચય વિભાગના કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ આજદિન સુધી વડોદરાની મુલાકાતે દોડી આવ્યા નથી. મુખ્યમંત્રી પણ એક વખત ઉડતી મુલાકાતે આવીને જતા રહ્યા હતા.ગૃહ રાજ્યમંત્રી ત્રણ વખત આવ્યા પરંતુ પહેલી વખત પરશુરામના ભઠ્ઠામાં લોકોના રોષનો ભોગ બન્યા તે પછી લોકોને મળવાનું ટાળ્યું હતું અને રાત્રે મુલાકાત લીધી હતી. અન્ય એક દિવસ સીધા જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી વિદાય થઇ ગયા હતા. એટલું જ નહીં 12 દિવસ થવા આવ્યા છતાં કેન્દ્ર સરકારમાંથી કોઇ મંત્રી પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવ્યા નથી.
Reporter: admin