નવી દિલ્હી: દેશમાં વીમા પોલિસી ખરીદનારા કરોડો લોકોને મોટી રાહત મળશે નહીં. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વીમા અને જીવન વીમા પ્રિમીયમ પરના GST દરને હાલના18 ટકાથી ઘટાડવા માટે સંમતિ દર્શાવવામાં આવી છે. આ સિવાય કેન્સર દવાઓ અને ધાર્મિક યાત્રાઓ માટેના હેલીકોપ્ટરની સેવામાં પણ જીએસટી દરો ઘટાડવામાં આવ્યા છે. જોકે આખરી નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે.
હાલ પ્રાપ્ત માહિતી અનુસાર કર માળખાને તર્ક સંગત બનાવવાની કેન્દ્ર અને રાજ્ય સરકારના કર અધિકારીઓની સમિતિએ સોમવારે જીએસટી પરિષદની સમક્ષ એક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં GST કપાત પર જીવન, આરોગ્ય અને રિઇન્શ્યોરન્સ પ્રિમિયમનો ડેટા અને વિશ્લેષણ છે. સોમવારે કેન્દ્રીય અને રાજ્યના કર અધિકારીઓની કમિટી ઓન ટેક્સ રેટ રેશનલાઇઝેશન અથવા ફિટમેન્ટ કમિટીએ GST કાઉન્સિલને રિપોર્ટ સુપરત કર્યો હતો. તેમાં GST કપાત પર જીવન, આરોગ્ય અને રિઇન્શ્યોરન્સ પ્રિમિયમનો ડેટા અને વિશ્લેષણને રજૂ કરવામાં આવ્યા છે.
GST કાઉન્સિલની બેઠક બાદ રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નમકીન પર GST હવે 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય કેન્સરની દવાઓ પર 12 ટકાના બદલે માત્ર 5 ટકા જીએસટી લાગશે. તેનાથી કેન્સરની દવાઓ ઘણી સસ્તી થશે અને દર્દીઓને રાહત મળશે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ધાર્મિક યાત્રા પર જતા વરિષ્ઠ લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીટ શેરિંગના આધારે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરતા મુસાફરોને GSTમાંથી રાહત આપવામાં આવી છે. તેને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી કેદારનાથ, બદ્રીનાથ અને વૈષ્ણોદેવી જેવા તીર્થસ્થળો પર જનારા શ્રદ્ધાળુઓને રાહત મળશે.
Reporter: admin