શ્રીહરિકોટા: પૃથ્વી પર નજર રાખનારા સેટેલાઇટ નાસા-ઇસરો સિંથેટિક અપર્ચર રડાર (નિસાર) બુધવારે (30 જુલાઈ) લૉન્ચ કરવામાં આવશે.
ઇસરોનું GSLV-F16 રોકેટ બુધવારે સાંજે 5:40 વાગ્યે નિસાર સાથે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરશે અને સેટેલાઇટને સૂર્ય-સમકાલિકન ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરશે.આ મહત્ત્વકાંક્ષી મિશન માટે 27:30 કલાકની ઉલટી ગણતરી મંગળવારે બપોરે 2:10 વાગ્યે શરૂ થઈ. ઈન્ટરનેટ મીડિયા પર જાહેર અપડેટમાં ઇસરોએ કહ્યું કે, GSLV-F16, નિસાર કક્ષામાં લઈ જવા માટે તૈયાર છે. અંતિમ તૈયારી ચાલી રહી છે. લૉન્ચિંગની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.
GSLV-F16 ભારતના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 18મી ઉડાન છે. આ મિશન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 102મું લૉન્ચિંગ હશે. જોકે ISRO એ ભૂતકાળમાં પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો લૉન્ચ કર્યા છે, જેમાં રિસોર્સસેટ અને રીસેટનો સમાવેશ થાય છે. જોકે, આ ઉપગ્રહોથી એકત્રિત ડેટા ભારતીય વિસ્તાર સુધી જ સીમિત હતું. 2392 કિ.ગ્રા વજનવાળું નિસાર ધરતી પર નજર રાખનારૂં સેટેલાઇટ છે.
Reporter: admin







