News Portal...

Breaking News :

પાલિકાના જેસીબી મશીનનો ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત :ઇલેક્ટ્રીક થાંભલા સાથે જોરદાર અથડાયો

2025-07-29 18:53:34
પાલિકાના જેસીબી મશીનનો ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત :ઇલેક્ટ્રીક થાંભલા સાથે જોરદાર અથડાયો



વડોદરા : શહેરના વારસિયા રોડ પરથી પસાર થઈ રહેલ પાલિકાના જેસીબી મશીનનો ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હતો ત્યારે રસ્તા પરના ઇન્ટરનેટ સહિતના અન્ય વાયરો તેમાં ભરાઈને ખેંચાઈ ગયા હોવા સાથે ઇલેક્ટ્રીક થાંભલા સાથે જોરદાર રીતે અથડાયો હોવાના આક્ષેપો થયા છે. 
 


હરણી વારસિયા રીંગરોડ પરથી મહાનગરપાલિકાનું જેસીબી મશીન હંકારીને ડ્રાઇવર જઈ રહ્યો હતો. ડ્રાઇવિંગ વખતે આવેલા ફોનમાં ડ્રાઇવર વ્યસ્ત બન્યો હતો. 



દરમિયાન રોડ રસ્તા પર લગાવાયેલા ઇન્ટરનેટ સહિતના અન્ય કેબલો જેસીબીમાં ભરાઈને ખેંચાઈ ગયા હોવા છતાં પણ ડ્રાઇવર ભાન ભૂલીને મોબાઇલમાં વ્યસ્ત હતો. દરમિયાન પરનો કાબુ એકાએક ગુમાવી દેતા નજીકના એક થાંભલા સાથે જોરદાર ધડાકા સાથે ભટકાયો હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે.

Reporter: admin

Related Post