વડોદરા : શહેરની નજીક આવેલી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગારના મળતા આખરે વડોદરા લેબર કમિશનરને ઓફિસે વિરોધ દર્શાવવામાં આવ્યો.

વડોદરા થી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું વેતન ન મળતા અને કોઈ વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આજરોજ નર્મદા બોલ ખાતે આવેલી લેવલ કમિશનની ઓફિસે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સૌથી વધુ જીએસએફસીના હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નોંધણીયા બાબત છે કે જીએસએફસી ના હંગામી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર થયો નથી તેથી લેબર કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા અગાઉ પણ રજુઆત કરી ચૂક્યા છે.




Reporter: admin