ઓડિશા વિધાનસભા માં ભાજપ સરકાર બનશે તેવા એંધાણ છે રાજયની ૧૪૭ વિધાનસભા બેઠકો પર હાલ માં ભાજપ ની સરકાર બનશે તે જોવા મળી રહ્યું છે
હાલ ની મત ગણતરી પ્રમાણે ઓડિશામાં માં ભાજપ ની શાનદાર એન્ટ્રી થઇ રહી છે . જ્યાં કોંગ્રેસ અને BJD માત્ર ૧ સીટ થી આગળ છે ,જેના પર થી લાગે છે કે ભાજપ ની શાનદાર એન્ટ્રી થઇ રહી છે .હાલ ની માહિતી મુજબ ઓડિશાના બરગઢ, કાલાહાંડી, બાલાંગીર, પુરી, સંબલપુર અને કેઓંઝરમાં ભાજપને વધારે લીડ મળતી જણાય છે.નવીન પટનાયકએક સમયે NDA ના ભાગ હતા.જે NDAથી ૨૦૦૯ થી અલગ થઈ ગયા. ઓડિશામાં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો ૭૪ છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં બીજેડીએ ૧૧૩ બેઠકો જીતી હતી. જયારે ભાજપ ૨૩ બેઠકો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની હતી. મત ગણતરીના તાજેતરના વલણો દર્શાવે છે કે નવીન પટનાયક, જેમણે ૫ માર્ચ, ૨૦૦૦ ના રોજ પ્રથમ વખત ઓડિશાના સીએમ તરીકે શપથ લીધા હતા, તેઓ ૨૪ વર્ષ પછી સીએમ પદ ગુમાવી રહ્યા છે.
તાજેતરના વલણોમાં, BJDને ૧૪૭ સભ્યોની વિધાનસભામાં ૫૭ બેઠકો મળતી જોવા મળી રહી છે. હાલ માં અપક્ષ માં ૨ ઉમેદવાર ની વિજય જણાય છે ,આ રીત ની સીચુએશન માં ભાજપ નો જંગી વિજય દેખાઈ રહ્યો છે જેથી રાજ્ય માં ભાજપ પ્રથમ વાર સરકાર બનાવી શકે છે ,ઓડિશા ના ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી એ આ બાબતે કટાક્ષ કર્યો હતો .મોદી જી એ પ્રચાર દરમિયાન લોકો ને વિશ્વાસ આપ્યો હતો કે આગામી સમય માં તેઓ વિકાસ માટે ના અને બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ના કામ માટે હંમેશા તત્પર રહેશે .
Reporter: News Plus