પાદરા તાલુકાના દરાપુરા ગામે પરંપરાગત રીતે દશેરા પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિશાળ કદ ધરાવતા રાવણના પુતળાનું આતશબાજીના ગાજતા-રમઝટ સાથે દહન કરાયું હતું. કાર્યક્રમ જોવા માટે માત્ર દરાપુરા ગામજનો જ નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.રાવણ દહન પૂર્વે ગામમાંથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભુત, પિશાચ, ચુડેલ અને વિવિધ ડરામણા વેશભૂષા ધારણ કરેલા યુવાઓએ ભાગ લીધો હતો.

લોકરસથી ભરપૂર આ ઝાંખીઓ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય ચોરાહે આવી પહોંચી હતી. અહીં લોકસમુદાયની હાજરી વચ્ચે પરંપરાગત રીતરિવાજથી રાવણના પુતળાને અગ્નિહોત્ર કરવામાં આવ્યું હતું.આ અનોખી પરંપરા દરાપુરા ગામમાં વર્ષોથી ચાલી આવી છે. દશેરાના આ પાવન પર્વે સદગુણોના વિજય અને દુર્ગુણોના નાશના સંદેશને પ્રતીક રૂપે આ રાવણ દહન કાર્યક્રમ દ્વારા જીવંત કરવામાં આવે છે. ગામમાં આ પ્રસંગ માત્ર ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં પરંતુ મેળા જેવું લોકપ્રિય સામૂહિક ઉત્સવ રૂપે ઉજવાય છે.





Reporter: admin







