શ્રી હનુમાન જ્યંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાંથી કુલ આઠ શોભાયાત્રા નીકળી હતી.જેમાં શહેરના અત્યંત સંવેદનશીલ એવા ફતેપુરા વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી.અને શોભાયાત્રા શાંતિ થી પસાર થઈ હતી જાહેર રોડ રસ્તાઓ પર થી નીકળેલી શોભા યાત્રા મા હનુમાનજી ના દશર્ન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ઠેર ઠેર પુષ્પ વર્ષા ઓ થઇ હતી.આ શોભાયાત્રા ફતેપુરા ચાર રસ્તા, અડાણીયા પુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, પદ્માવતિ શોપિંગ સેન્ટરથી જમણી તરફ વળી ગાંધી નગર ગૃહ, જ્યુબિલી બાગ સર્કલથી ભક્તિ સર્કલ થઇ રોકડનાથ હનુમાનજી મંદિર જઇને પૂરી થઇ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.
Reporter: News Plus