News Portal...

Breaking News :

પ્રદેશ પ્રમુખની સ્વાગતની ભવ્ય તૈયારીઓ : ગોલ્ડન ચોકડીથી અંબાલાલ પાર્ક સુધી રેલીમાં હજારો કાર્યકરો જોડાશે.

2025-10-13 10:43:06
પ્રદેશ પ્રમુખની સ્વાગતની ભવ્ય તૈયારીઓ : ગોલ્ડન ચોકડીથી અંબાલાલ પાર્ક સુધી રેલીમાં હજારો કાર્યકરો જોડાશે.


અભિવાદન સભારંભને લઇ શહેર-જિલ્લા ભાજપ કાર્યકરો ઉત્સાહમા...
વડોદરા શહેરમાં કાલે મંગળવારના રોજ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આગમનને લઈને શહેર અને જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા ઉત્સાહભેર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 


શહેરના દરેક મોર્ચે કાર્યકરોમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બાય રોડ વડોદરા પહોંચવાના છે, અને તેમના સ્વાગત માટે શહેર-જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.નવા પ્રદેશ પ્રમુખના દુમાડ ખાતે આગમન સમયે જિલ્લાના વિવિધ મોરચાઓ અને મંડળોના કાર્યકરો ઉપસ્થિત રહેશે. ત્યાંથી ગોલ્ડન ચોકડી સુધી યુવા મોરચા દ્વારા બાઈક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સૈકડો બાઈક અને કારોમાં કાર્યકરો જોડાશે,જય ભાજપ”ના નારા અને સંગઠનની ધ્વજ સાથે ઉત્સવમય વાતાવરણ સર્જશે.ગોલ્ડન ચોકડીથી આગળ કારેલીબાગના અંબાલાલ પાર્ક ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. અહીં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નો મુખ્‍યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ, સાંસદ,પૂર્વ સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને સંગઠનના પદાધિકારીઓની વિશાળ ઉપસ્થિતિ રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ અને સુરક્ષાની તકેદારી માટે પણ ટીમો નિમણૂંક કરાઈ છે.કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યે શરૂ થશે, જ્યાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવી દિશામાં સંગઠનની વ્યૂહરચના અને આગલા રાજકીય કાર્યક્રમોની રૂપરેખા અંગે માર્ગદર્શન મળશે.આ પ્રસંગે વિભિન્ન સમાજના આગેવાનો, સાધુ-સંતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.



ભાજપ આ કાર્યક્રમને એકતા, વિકાસ અને સંકલ્પનો ઉત્સવ તરીકે મનાવશે..
આ કાર્યક્રમ વડોદરામાં ભાજપના સંગઠનને નવી ઊર્જા આપશે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના માર્ગદર્શનથી આગલા ચૂંટણી અભિયાન અને વિકાસ કાર્ય માટે નવી દિશા મળશે.”આ પ્રસંગે અંબાલાલ પાર્કમાં વિશાળ મંચ તૈયાર કરાયો છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વાગત ગીતો અને સંગઠનના પ્રમુખોના સંબોધનો યોજાશે. શહેરના વિવિધ વિસ્તારોથી કાર્યકરો તિરંગા ધ્વજ અને સંગઠનના બેનરો સાથે ઉપસ્થિત રહેશે.શહેરના રાજકીય માહોલમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના આ આગમનને ઐતિહાસિક ગણાવાઈ રહ્યું છે. ભાજપ સંગઠન માટે આ કાર્યક્રમ “એકતા, વિકાસ અને સંકલ્પનો ઉત્સવ” તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
– જય પ્રકાશ સોની,શહેર ભાજપ પ્રમુખ

Reporter: admin

Related Post