News Portal...

Breaking News :

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણ્યં યુથ ગૃપ સુભાનપુરા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ વિવેકાનંદ અવતર

2025-01-16 10:39:37
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણ્યં યુથ ગૃપ સુભાનપુરા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ વિવેકાનંદ અવતર


વરેણ્યં યુથ ગૃપના કુમારી અનન્યા પુરોહિત કુમારી શરણ્યં પુરોહિત ભરત નાટ્યમ્ ગણેશ વંદના કરી હતી ૨૭ - યુવા ભાઈ બહેનો એ વકૃત્વ સ્પર્ધામા ભાગ લીધો જેમાં વિષય હતા રાષ્ટ નિર્માણમા યુવાઓની ભુમીકા - હિંમત સાહસ નિર્ભયતા થકી વ્યક્તિત્વ વિકાસ - ભારતીય સંસ્કૃતિની પાશ્ચાત્ય સંસ્કૃતિ પર અસર યુવા ઓ દ્વારા ખુબ સુંદર વ્યક્તવ્ય રજૂ કરવામાં આવ્યા તેમાથી ટોપ પાંચને શિલ્ડ આપવા આવ્યા હતા


સાથે આપણા ગાયત્રી પરિવારનુ ગૌરવ અને વરિષ્ઠ આદરણીય રાજુભાઇ ઠક્કરની દીકરી ડોક્ટર દયાજંલિ (ગાર્ગી) ઠક્કરને પર્યાવરણીય અભ્યાસમાં અનન્ય સંશોધન માટે ભારત રત્ન ડો. સ્વામીનાથન એવોર્ડ એનાયત કરાયો છે તેઓનુ વરેણ્યં યુથ ગૃપ યુવા પ્રકોષ્ઠ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું દેવ નગર બાળસંસ્કર શાળાના ચિ. શ્ર્લોક દ્વારા શુભદીન આઓ રે કથક નૃત્ય રજૂ કરવામાં આવેલ નવ સૃજન બાળ સંસ્કાર શાળાના બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિચારોને સુદર નાટક થકી દર્શાવેલ રામીસ્કુલ બાળસંસ્કર શાળાના બાળકો થકી જન્મથી મનુષ્ય મહાન નથી કર્મ થી મહાન છે નાટક રજુ કર્યું હતુ 



આ પવિત્ર પ્રસંગે વોકમેન ઓફ ઈન્ડિયા ડોક્ટર રાજુભાઈ ઠક્કર દ્વારા પ્રેરણાદાયી પ્રવચન દ્વારા આજના યુગ ના વિવેકાનંદ આદરણીય શ્રદ્ધેય ચિન્મય ભૌયા દેશ વિદેશમાં પરિભ્રમણ કરી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે અને યુવા ઓના આદર્શ તેઓના વિચારોને વિવેકાનંદજીની સાથેની એકરુપતા ઓજસ તેજસ વાણીમા સમજાવતા યુવાઓ ભાવવિભોર બન્યા હતા આદરણીય હસુબેન પાઠકે ઉદબોધનમા સૌ યુવાઓને પ્રોત્સાહિત કરી આશીર્વાદ આપ્યા હતા આદરણીય મુકેશભાઈ રાણા એ સમગ્ર પ્રોગ્રામનુ સુંદર સંચાલન કર્યું હતુ મયંકભાઈ ત્રિવેદી, વરેણ્યં યુથ ગૃપના યુવા કાર્તિકભાઈ બારોટ ધવલભાઈ પુરોહિત, પુરોહિત પરિવારનો વિશેષ સહયોગ થકી આ આયોજન સફળ થયુ છે પ્રત્યેક યુવા ભાઈ બેહનો બાળકો જે ઓ એ ભાગ લીધો છે તેઓને પ્રોત્સાહન ઇનામ અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા અતિથિ વિશેષ ને તુલસીનો છોડ ભેટ આપ્યો હતુ નિર્ણાયક ટીમ મીનાબેન વિદ્યાવિહાર શાળા દર્શના બહેન નુતન વિધ્યાલય શાળા બંન્ને બેહનોએ તેઓનો નિર્ણય રજુ કરેલ તેઓનો પણ આભાર વ્યક્ત કરી તુલસીનો છોડ ભેટ આપવામા આવ્યું હતું.

Reporter: admin

Related Post