મુંબઈ :અદાણી ગ્રૂપને હચમચાવી દેનારા હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપકે પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે X પર એક ભાવુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી. જેમાં તેમણે પોતાની યાત્રા, સંઘર્ષ અને સિદ્ધિઓ વિશે વિગતવાર જણાવ્યું હતું.
સ્થાપક નાથન એન્ડરસને તેમના સંદેશમાં લખ્યું છે કે ગયા વર્ષના અંતમાં મેં મારા પરિવાર, મિત્રો અને અમારી ટીમ સાથે શેર કર્યું હતું કે હું હિન્ડનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યો છું. અમે જે વિચારો પર કામ કરવાનું નક્કી કર્યું હતું તે પૂર્ણ કર્યા અને અમારા ઉદ્દેશ્યો સાકાર થતાં જ અમે આજે અમારી કંપની બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. એન્ડરસન પોતાના શરૂઆતના સંઘર્ષોને યાદ કરતા કહે છે, "મને શરૂઆતમાં ખબર નહોતી કે સંતોષકારક રસ્તો શોધવો શક્ય બનશે કે નહીં. તે સરળ પસંદગી નહોતી, પરંતુ હું જોખમ પ્રત્યે ભોળો હતો અને ખૂબ જ ઝડપથી કામ તરફ આકર્ષાઈ ગયો.”જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે મને શંકા હતી કે હું તે કરી શકીશ કે નહીં. કારણ કે મને પરંપરાગત અનુભવ નહોતો. આ વિસ્તારમાં મારા કોઈ સગા નથી. હું સરકારી શાળામાં ભણ્યો હતો. હું ચાલાક સેલ્સમેન નથી. મને પહેરવા માટે યોગ્ય કપડાંની પણ ખબર પડતી નથી. હું ગોલ્ફ રમી શકતો નથી.
હું એવો સુપરહ્યુમન નથી જે 4 કલાકની ઊંઘ પર કામ કરી શકે.મારી અવગણના થતી હતી : એન્ડરસન નાથને લખ્યું કે હું મારી મોટાભાગની નોકરીઓમાં સારો કર્મચારી હતો, પરંતુ મોટાભાગની નોકરીઓમાં મારી અવગણના કરવામાં આવી. જ્યારે મેં આ કામ શરૂ કર્યું ત્યારે મારી પાસે પૈસા નહોતા, અને હું ગેટમાંથી બહાર નીકળતાની સાથે જ મારા પર 3 વાર કેસ થયો અને બાકીના પૈસા પણ ખલાસ થઈ ગયા. જો મને વિશ્વ કક્ષાના વ્હિસલબ્લોઅર વકીલ બ્રાયન વુડનો ટેકો ન મળ્યો હોત, જેમણે નાણાકીય સંસાધનોના અભાવ છતાં કેસ સંભાળ્યો હતો, તો હું શરૂઆતના તબક્કામાં જ નિષ્ફળ ગયો હોત. હિંડનબર્ગ રિસર્ચએ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે, જેની સ્થાપના વર્ષ 2017 માં નથાન એન્ડરસન દ્વારા થઈ હતી. ન્યુ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશિપમાં 6 મે, 1937ના રોજ હિંડનબર્ગ એરશિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. નથાનનું માનવું છે કે એ ‘માનવસર્જીત’ દુર્ઘટના ટાળી શકાય એવી હતી. વર્તમાન જગતમાં એવી માનવસર્જીત કોર્પોરેટ છેતરપિંડી અને ગેરરીતિને ઊઘાડા પામવાની નેમ હોવાથી નથાને એની ફર્મને હિંડનબર્ગનું નામ આપ્યું છે.
Reporter: admin