સર્કિટ હાઉસમાં પણ ફાયર સેફટીનાં નામે પોલમપોલ...અલકાપુરીના ખાતેનું સરકારી સૌથી મોટું સર્કિટ હાઉસ રામ ભરોષે મોટાભાગે અલકાપુરી વિસ્તારમાં સરકારી સર્કિટ હાઉસ બહાર આવતા સરકારી અધિકારીઓ અને રાજકારીઓ માટે એક બે દિવસના રોકાણ માટે બનાવવામાં આવ્યું છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા વડોદરા ના તમામ બિલ્ડીંગ હોસ્પિટલો દુકાનોને સીલ કરવાની છે પણ કોઈ મોટું નેતા હોય તો એ સર્કિટ હાઉસમાં રોકાણ કરતો હોય છે એવા સર્કિટ હાઉસમાં ફાયર સેફટી ની અભાવ જોવા મળી હતી માટે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા હતા ત્યાં વીવીઆઈપી એરિયામાં જ્યાં મોટા કોઈ કેન્દ્રીય મંત્રી આવતા હોય છે તેમને ત્યાં રોકવા માટેનું સ્થાન આપતા હોય છે એવા જગ્યા પર ફાયર સેફ્ટી નું અભાવ જોતા ખૂબ ગંભીર બાબત ઊભી થઈ છે. ભૂતકાળમાં જ્યારે પૂર્વ મંત્રી સૌરભ પટેલ રોકાણ માટે સર્કિટ હાઉસમાં રોકાયા હતા ત્યારે આગનો બનાવ બન્યો હતો જે સમયે તેમનો આબાદ બચાવો થયો હતો આવા પ્રકારના બનાવો જ્યારે બનતા હોય છે તો સર્કિટ હાઉસ માં ફાયર સેફ્ટીનું અભાવ જોતા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે સર્કિટ હાઉસમાં મેનેજર ને અમે સંપર્ક કર્યો હતો મેનેજરનું કેવું છે કે આ આરએમબી ડિપાર્ટમેન્ટમાં આવે છે દર વર્ષે તેના દ્વારા ફાયરની સુવિધાઓ પૂરી પાડવાનું કામગીરી હાથ ધરતા હોય છે.પરંતુ હાલમાં સર્કિટ હાઉસમાં વહીવટ કર્તાઓ દ્વારા પોતાના મનમાની કરીને વહીવટ કરી રહ્યા છે..કોઇ ખાનગી વ્યક્તિને સર્કિટ હાઉસમાં પત્રકાર પરીષદ યોજવા સહિતના અન્ય કાર્યક્રમ યોજવાની પરમિશન ન હોવા છતાં અગાઉ એક ભાજના યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા મેનેજર સહિત ગોઠવણ કરીને પત્રકાર પરીષદ યોજી હતી
જે બાબતે હાઉસના મેનેજર પરીખભાઇ તથા ઠક્કર ભાઇને પૂછતા બંનેએ ખો આપતા હોય તેમ એકબીજા પર દોષારોપણ કર્યું હતું. સર્કિટ હાઉસમાં પત્રકાર પરીષદ કોના કહેવાથી યોજાઇ, કોને મંજૂરી આપી સહિતના અનેક સવાલો વહીવટકર્તાઓ સામે શંકા પ્રેરી રહ્યા છે. આ તો થઇ પ્રેસ કોન્ફરન્સની વાત પરંતુ કેટલાક મળતીયા દ્વારા દારૂની પાર્ટીઓનું પણ સર્કિટ હાઉસમાં છુપી રીતે થવાનું કહેવાય છે તેમજ સર્કિટ હાઉસના કર્મચારીઓ સાથે સાંઠગાઠ રાખીને રજિસ્ટરમાં એન્ટ્રી પડાવ્યા વગર રૂમ તથા હોલનો ઉપયોગ કરવા દેતા હોવાની ભારે ચર્ચાએ ચોર પક્ડ્યું છે. જો રાતના સમયે સર્કિટ હાઉસમાં પોલીસ દ્વારા રેઇડ કરાય તો કેટલાક કૌભાંડો બહાર તેમ છે. જ્યારે વ્યાજની લેતી લીધી ખાનગીમાં થતી હોય ત્યારે આવી પત્રકાર પરિષદ સર્કિટ હાઉસમાં યોજવી એ કેટલું યોગ્ય. શું અધિકારીઓ સામે કાર્યવાહી થશે? ત્યારબાદ કલેક્ટર દ્વારા તપાસ પણ આદેશ આપવામાં આવ્યા હતા.
Reporter: News Plus