છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના જશુ રાઠવાની ભવ્ય વિજય થયો છે, પરંતુ જેતપુર વિધાનસભામાં માટે 1961 માટેની લીડ મળી છે. જે ખૂબ જ ઓછી મળી છે જેમાય ભાજપના પૂર્વ સાંસદ ગીતા રાઠવાના ગામમાં ભાજપ 50 મત પાછળ રહ્યું છે.
છોટા ઉદેપુર લોકસભામાં જશુ રાઠવાનો 3,98,777 મતથી ભવ્ય વિજય થયો છે. જેમાં હાલોલ વિધાનસભામાં 1,22,928 મતની લીડ, છોટા ઉદેપુર વિધાનસભામાં 52,423 મતની લીડ, જેતપુર વિધાનસભામાં 1961 મતની લીડ, સંખેડા વિધાનસભામાં 54,685 મતની લીડ, ડભોઇ વિધાનસભામાં 66,851 મતની લીડ, પાદરા વિધાનસભામાં 63,685 મતની લીડ, નાંદોદ વિધાનસભામાં 34,761 મતની લીડ મળી કુલ 3,98,777તની લીડથી વિજય મેળવ્યો હતો.પરંતુ સૌથી ઓછી લીડ જેતપુર વિધાનસભામાં માત્ર 1961 મતની જ રહી હતી.આ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય જયંતિ રાઠવા તેમજ પૂર્વ સાંસદ ગીતા રાઠવા રહે છે
આટલું તો ઠીક પૂર્વ સાંસદ ગીતા રાઠવાના ગામ તાડકાછલા ગામમાંથી ભાજપને માત્ર 294 મત જ્યારે કોંગ્રેસને 344 મત મળ્યા હતા. એટલે કે સાંસદના ગામમાં ભાજપ 50 મત પાછળ રહ્યું હતું.જેતપુર વિધાનસભામાં લીડ ઓછો મળતા ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પર ભાજપ સંગઠન નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ અંગે ધારાસભ્ય અને પૂર્વ સાંસદ ગીતા રાઠવા પાસે ખુલાસો મંગાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
Reporter: News Plus