News Portal...

Breaking News :

નદીમાં નાહવા માટે તો પ્રતિબંધ લાવ્યો પરંતુ રેતી ઉલચનારાઓ ઉપર અંકુશ ક્યારે?

2024-06-07 16:19:18
નદીમાં નાહવા માટે તો પ્રતિબંધ લાવ્યો પરંતુ રેતી ઉલચનારાઓ ઉપર અંકુશ ક્યારે?


વડોદરા જિલ્લાની હદમાં વહેતી નદીઓમાં લોકોના નાહવા જવા ઉપર પ્રતિબંધ લાવવામાં આવ્યું છે કારણ કે તેમાં કેટલાય લોકો ડૂબી જવાના કારણે તેઓના મૃત્યુ થાય છે


પરંતુ વહીવટી તંત્રએ એ જાણવાનો પ્રયાસ કર્યો ખરો કે લોકો નદીમાં ડૂબી શું કામ જાય છે કારણ કે અહીં કેટલાક રેતી માફિયાઓ દ્વારા બેફામ રીતે રેતી ઉલચવામાં આવી રહી છે અને તેના કારણે નદીમાં ત્યાં ઊંડું અને ક્યાં છીછરું હોય છે તે માલૂમ પડતું નથી જેના કારણે આવા અકસ્માતો સર્જાય છે વહીવટી તંત્ર દ્વારા નાહવા ઉપર તો પ્રતિબંધ લાદવામાં આવ્યો પરંતુ રેતી ઉલચવા પર ક્યારે અંકુશ કરવામાં આવશે?છેલ્લા કેટલાક સમયમાં વડોદરા જિલ્લાના મહીસાગર નદી મા સિંધરોટ તેમજ કોટના ખાતે કેટલાક વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. તો નારેશ્વર ખાતે તેમજ દિવેર ખાતે પણ કેટલાક લોકોના ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા. તંત્રનું માનવું છે કે લોકો ડૂબી જાય તેના કારણે નદીમાં ન્હાવા ઉપર જ પ્રતિબંધ લાવવો જોઈએ. પરંતુ શું તંત્ર સાચા કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે ખરું તંત્રની જ ઉદાસીનતા અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતના કારણે નદીમાં પવિત્ર સ્નાન કરવા જતા લોકો ડૂબી જાય છે 


તંત્રએ રેતી માફિયાઓને બેફામ રીતે રેતી ઉલચવાની પરમિશન આપી છે. અને તેના કારણે રેતી માફિયાઓ જ્યાં અને ત્યાં રેતી ઉલેચી રહ્યા છે ક્યાંક ઘાટ ઉપર પણ જેસીબી મારી પાવડા થી રેતી ઉલચાઈ ગઈ છે જેથી નાહવા જતા લોકોને ખ્યાલ જ નથી રહેતો કે ક્યાં પાણી ઊંડું છે અને ક્યાંથી શરૂ છે અને તેના કારણે આવી ઘટનાઓ ઘટતી હોય છે. તંત્ર દ્વારા જો પ્રતિબંધ લાવવો જ હોય અથવા તો અંકુશ મુકવો જ હોય તો રેતી માફિયા ઉપર મૂકવો જોઈએ હાલમાં પવિત્ર ગંગા દશહરાનો અવસર ચાલી રહ્યો છે ત્યારે પવિત્ર નદીમાં નાહવા ઉપર પ્રતિબંધ લાવવો કેટલો યોગ્ય?

Reporter: News Plus

Related Post