આજવા ખાતે સત્યનારાયણ દેવની કથામાં ભાગ લેવા ગયેલા વોર્ડ નંબર 13ના મહિલા કોર્પોરેટર જળ પૂજન કરવા જતા હતા ત્યાં જ લપસ્યા અને પાણીમાં કાપ્યા તેઓને અન્ય કોર્પોરેટરોએ હાથ પકડી બેઠા કર્યા અને બહાર કાઢ્યા...
આજવા સરોવર ખાતે શુક્રવારના રોજ સત્યનારાયણ દેવ ની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તથા અન્ય કોર્પોરેટર ઉપર ઉપસ્થિત રહ્યા હતા સત્યનારાયણની કથા વેળા આજવા સરોવરના જળનું પૂજન કરવા માટે તમામ કોર્પોરેટર પહોંચ્યા હતા. પરંપરાગત તેઓ પૂજન કરી રહ્યા હતા દરમિયાન વોર્ડ નંબર 13 ના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલ અચાનક પાણીમાં ગરક થઈ ગયા પૂજન અર્ચનમાં તેઓ એટલા મગ્ન થઈ ગયા હતા કે તેઓ લપસી ગયા તેનો તેમને ખ્યાલ જ ના રહ્યો અન્ય સાથી કોર્પોરેટરોએ તેઓને બે હાથ પકડીને બહાર કાઢ્યા અને બેઠા કર્યા.એક તરફ વડોદરા શહેર અને જિલ્લામાં નદીનાળામાં ડૂબી જવાના કારણે અનેક લોકોના મોત થયા છે તેવામાં મહિલા કોર્પોરેટરનો આજે જીવ બચ્યો હતો.
Reporter: News Plus