News Portal...

Breaking News :

સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા મધ્યસ્થ જેલ ખાતે પોલીસ કર્મીઓ માટે પ્રકૃતિ શિબિરનું આયોજન

2024-12-12 12:57:46
સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા મધ્યસ્થ જેલ ખાતે પોલીસ કર્મીઓ માટે પ્રકૃતિ શિબિરનું આયોજન


વડોદરા : આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે તા.26મી નવેમ્બર થી તા. 25 ડિસેમ્બર દરમિયાન એક મહિના સુધી સમગ્ર દેશમાં આયુર્વેદ હોસ્પિટલ થકી પ્રકૃતિ પરિક્ષણ અભિયાન હાથ ધરવામાં આવે છે.


પ્રકૃતિ પરિક્ષણ એટલે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે જેમાં વાયુ,પિત અને કફ જે ત્રણેય ત્રૃતુ અનુસાર આહાર અને વિહાર પર અસર કરે છે જો આપણે ત્રણેય પ્રકૃતિ અનુસાર આહાર અને વિહાર નું પાલન કરીએ તો ઘણાં રોગો અને બિમારીઓથી બચી શકીએ છીએ ત્યારે આ પ્રકૃતિ પરિક્ષણ થકી જ જાણી શકાય છે કે મનુષ્યના શરીરમાં કયા પ્રકારની પ્રકૃતિ આધારિત કોઠો છે અને તેને શું કાળજી રાખવી જોઇએ અને જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો ભવિષ્યમાં તેને શું બિમારીઓ થવાની શક્યતા રહે છે તે અંગેનું અભિયાન ચાલી રહ્યું છે 


ત્યારે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આ પ્રકૃતિ પરિક્ષણ અભિયાન અંતર્ગત આજે પોતાની ફરજમાં વ્યસ્ત રહેતા તથા પરિવારનાં સભ્યો માટે સમય કાઢી ન શકતા પોલીસ કર્મીઓ તથા તેઓના પરિવાર માટે શહેરના મધ્યસ્થ જેલ પરિસરમાં પ્રકૃતિ પરિક્ષણ ચેક અપ તથા નિદાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તથા તેઓના પરિવારે લાભ લીધો હતો.અહી આયુર્વેદ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો દ્વારા પ્રકૃતિ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાણીગેટ નાં મુખ્ય તબિબિ અધિકારી ડો.માનસી મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ તેમણે લોકોને પ્રકૃતિ પરિક્ષણ માટે આયુર્વેદ હોસ્પિટલ, પાણીગેટ ખાતે નિઃશુલ્ક સેવાઓ અપાતી હોય લાભ લેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.

Reporter:

Related Post