News Portal...

Breaking News :

કરજણ પોલીસ સ્ટેશનમાં બોગસ ખેડૂત મામલે ભવરલાલ ગોળ સામે ફરિયાદ

2024-12-12 12:23:25
કરજણ પોલીસ સ્ટેશનમાં બોગસ ખેડૂત મામલે ભવરલાલ ગોળ સામે ફરિયાદ


કરજણ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં બોગસ ખેડૂતના દસ્તાવેજો રજૂ કરતા ભવરલાલ ગોળ સામે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.


કરજણ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ખેડૂતો મામલે કલેક્ટર કચેરી ખાતે દસ્તાવેજો સાથે તપાસ કરવામાં આવી હતી જેમાં તપાસમાં બોગસ ખેડૂત હોવાના ખુલાસા થતા કરજણ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં વડોદરાના ભવરલાલ કોડ સામે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં અમને છેતરપિંડી તેમજ બોકસ ખેડૂત દસ્તાવેજો ને ફરિયાદ થતા ભવરલાલ ગોડ ની અટકાયત કરી કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે વડોદરા એસ.પી રોહન આનંદએ જણાવ્યું હતું કે ખોટું ખેડુત પ્રમાણપત્ર રજુ કરી બન્યો હતો 


બોગસ ખેડુત મામલે કરજણ મામલતદારે નોંધાવી હતી કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ ભવરલાલ ગોડ આરોપી તરીકે કે હાજર થયા છે સમગ્ર મામલે વધુ તટસ્થ તપાસ કરવામાં આવશે અને દસ્તાવેજોમાં જણાઈ આવે તો આરોપીને ધરપકડ કે અટકાયત પણ કરે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મહત્વની વાત છે કે ખોટા પૂરા રજૂ કરીને બોગસ ખેડૂત બનનાર ભવરલાલ ગોળ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જાણીતાં ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગૌડની ધરપકડ કરાઈ છે.કરજણ પોલીસે ભંવરલાલને અટકાયત કરી હતી.વાઘોડિયા MLA ની રજુઆત બાદ ભંવરલાલની ધરપકડ કરાઈ હતી.MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કલેકટરને બોગસ ખેડુત હોવાનાં પુરાવા સોંપ્યા હતાં. જે બાદ કરજણ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જે મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Reporter: admin

Related Post