ભારતીય જનતા પક્ષનું મોટું સુખ ગણો મોટું દુઃખ ગણો પરંતુ આ પક્ષને વિરોધ પક્ષની કોઈ જરૂર નથી.
પક્ષમાં જ રહીને કેટલાક લોકો વિરોધપક્ષની ભૂમિકા,વિરોધ પક્ષ કરતા પણ સશક્ત રીતે ભજવી શકે છે.નવા સાંસદ ડો.હેમાંગ જોષીને જંગી બહુમતી થી નિર્વાચિત થવા છતાં એ કડવો ઘૂંટડો પીવાનો આવ્યો.જો કે અદાલતના ચુકાદાએ કડવા ઘૂંટડા ને એમને માટે શેરડીના રસ જેવો મીઠો બનાવ્યો અને એમને ગીતાના કર્મ બોધને યાદ કરીને પોતાના પ્રથમ અદાલતી વિજયને વધાવ્યો.ચર્ચા એવી છે કે પક્ષના જ વિરોધીઓ, વિઘ્ન સંતોષીઓ એ આ આખો વિવાદ સીધી કે આડકતરી રીતે ઊભો કર્યો હતો.જો કે છેવટે ઘીના ઠામમાં ઘી પડતા સાંસદે અવશ્ય રાહત અનુભવી હશે.
વર્તુળોના જણાવ્યા અનુસાર ફક્ત ને ફક્ત લોકપ્રિય સાંસદ ને હતોત્સાહ કરવા,હેરાનગતિ કરવાનો આશય આ ચુંટણી અરજી પાછળ હતો જે અદાલતના સ્પષ્ટ ચુકાદા થી બર આવ્યો નથી.ડો.હેમાંગ જોષી પોતાના નામ આગળ ડોકટર લખાવી ના શકે એવો વિવાદ આગળ ધરીને એમની ચુંટણીને વડી અદાલતમાં પડકારવામાં આવી હતી.જો કે જસ્ટિસ નિખિલ કરીએલે કલમ ૭/૧૧ ની જોગવાઈઓ પ્રમાણે આ અરજીને હકીકતલક્ષી આધાર અને સાધનિક પુરાવા વગરની ગણાવીને ફગાવી દીધી હતી.અને આ પ્રકૃતિને અન્ય અરજીઓ નકારી હતી. સાંસદે સોશિયલ મીડિયામાં ગીતાના બોધ વાક્યો ટાંકીને દાર્શનિક ની સ્થિતપ્રગ્યતા થી આ વિજયને મુલવ્યો હતો.કહેવાય છે કે અદાલતના આ ચુકાદાથી સાંસદ વિરોધી પરિબળોના હાથ અને મનસૂબા હેઠા પડ્યા છે
Reporter: admin