News Portal...

Breaking News :

વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી

2024-12-12 14:50:39
વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી


દિલ્હી : મોદી કેબિનેટ બેઠકમા 12મી ડિસેમ્બરએ વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે. અહેવાલો અનુસાર, હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. 


આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.અહેવાલો અનુસાર, વન નેશન, વન ઈલેક્શન માટે સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. 


ત્યાર બાદ આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન, વન ઈલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.

Reporter: admin

Related Post