ગુજરાતી દાળ બનાવવા માટે 1 કપ તુવેર દાળ, અડધી ચમચી મેથી દાણા, એક ચમચી જીરું, એક ચમચી રાઈ, 2 લવિંગ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, પાણી જરૂર પ્રમાણે, એક ચમચી સીંગદાણા,એક સમારેલું ટામેટું ચપટી હિંગ, એક સૂકું મરચું, એક ચમચી ચોપ લસણ - મરચાની પેસ્ટ, વક ચમચી સૂકું લાલ મરચું, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, બે ચમચી લીબું નો રસ, ખાંડ સ્વાદ અનુસાર જરૂરી છે.
તુવેર દાળ, સીંગદાણા અને સમારેલું ટામેટું ધોઈ કુકરમાં બાફવા મુકવી. ત્રણ થો ચાર વીસલ પછી ગેસ બન્ધ કરી દેવો.કુકર ઠંડુ પડે એટલે દાળને વાલોઈ લેવી. જરૂર પ્રમાણે તેમાં પાણી ઉમેરવું.હવે વઘારીયામાં તેલ ગરમ કરવા મૂકી જીરું, રાઈ , મેથી ના દાણા,સૂકું મરચું,લવિંગ,પેસ્ટ, ચપટી હિંગ નો વઘાર કરવો. હવે આ વઘાર દાળમાં ઇમેરી ગેસ પર દાળ ગરમ કરવા મુકવી. હવે તેમાં બધા મસાલા ઉમેરી ઉકળવા દેવી. દાળ થોડી વાર ઉકળી જાય એટલે તેને ગેસ પર થી ઉતારી સર્વ કરી શકાય છે.
Reporter: admin