News Portal...

Breaking News :

ગોત્રી ઇસ્કોન મંદિરે સાદાઈથી રથયાત્રા કાઢવાનો નિર્ણય

2025-06-18 12:26:43
ગોત્રી ઇસ્કોન મંદિરે સાદાઈથી રથયાત્રા કાઢવાનો નિર્ણય


વડોદરા : અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વડોદરાના 33 લોકોના મૃત્યુ થયા છે. જેને પગલે અમદાવાદ સાથે વડોદરામાં પણ રથયાત્રા સાદગીપૂર્ણ કાઢવાનો નિર્ણય કરાયો છે. 



ગોત્રી ઇસ્કોન મંદિરે સાદાઈથી રથયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા માત્ર ભજન કીર્તન કરવામાં આવશે. ભક્તોને પ્રસાદનું વિતરણ કરાશે અને ભંડારો કરવામાં આવશે. આ સિવાય કોઈ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે. લોકો-ભક્તો ભજન-કીર્તન સાથે યાત્રામાં જોડાઈ શકે છે. અત્રે ઉલ્લેખની છે કે, 27 તારીખના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે. જે અંગે છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ હાથ ધરવામાં -આવી છે. 


તાજેતરમાં જ ભગવાનની સ્નાન યાત્રા બાદ મંદિરના કપાટ બંધ કરવામાં -આવ્યા છે. ભગવાનની બીમારીના કારણે પ્રતિવર્ષક આ ધાર્મિક પરંપરા મુજબ કપાટ બંધ થતા હોય છે. અમદાવાદ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના દુઃખમાં સહભાગી થતા મંદિર દ્વારા માત્ર ધર્માર્થે રથયાત્રા કાઢવામાં આવશે અને ધાર્મિક પ્રવૃત્તિ સિવાય કોઈ અન્ય પ્રવૃત્તિ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post