મેયર, કમિશનર અને ડે કમિશનર જવાબ આપવામાં ભાગે છે...ફોન રીસીવ નહીં કરતા તો આમ જનતાનું શુ...

વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓને વડોદરાની જનતાના ટેક્સરુપે આવેલા પૈસાની કોઇ જ પડી નથી કે કદર પણ નથી. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં ખુલ્લામાં પ્લાસ્ટિકની પાઇપો, પાણીના મીટરો અને બ્રિજના બિમ વપરાયા વગરના પડી રહ્યા છે સેન્ટ્રલ સ્ટોરમાં વપરાયા વગર સડી રહેલા આ કરોડો રુપિયાના માલનો જવાબદાર કોણ છે તે સવાલનો જવાબ કમિશનર સહિત કોઈ અધિકારી આપવા તૈયાર નથી.પારકા પૈસે દિવાળી કરવામાં માનતા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ જરુર ના હોય તો પણ વધારે માલ મંગાવીને કટકી કરી લેતા હોવાનું સેન્ટ્રલ સ્ટોરમાં જોવા મળે છે કારણ કે સેન્ટ્રલ સ્ટોરમાં પાણીના મિટરો તથા પ્લાસ્ટીકની પાઇપો અને અટલ બ્રિજમાં ઉપયોગમાં ના લેવાયેલા બિમ વપરાયા વગરના પડી રહ્યા છે. ખુલ્લામાં પડી રહેવાના કારણે મીટર, પ્લાસ્ટીકની પાઇપો અને બિમ સડી રહ્યા છે. પ્લાસ્ટીકની પાઇપોમાં તો કાણા પડી ગયા છે. જો તમારે જરુર ના હોય તો તમે શા માટે ખરીદી કરી તે સવાલ પુછાય તે સ્વાભાવિક છે.અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં તેને મદદ કરવા આ માલ મંગાવેલો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઇએ. આ સડી રહેલો માલ જોઇને કોઇ પણ વડોદરાવાસી નું આંતરમન કકળી ઉઠે કારણ કે આ તેના પૈસામાંથી મંગાવેલો માલ છે અને કોર્પોરેશનના અધિકારીઓએ પ્રજાના પૈસાનો વેડફાટ કરવાનો અધિકાર નથી. કમિશનર સહિત ના અધિકારીઓને આ બાબતે ફોન કરવામાં આવ્યો હતો તેમને ફોન રિસીવ કર્યો ન હતો.આ મામલે ઉંડી તપાસ કરાવવી જોઇએ ક્યા અધિકારીઓની બેદરકારીથી આ માલ વર્ષોથી અહીં પડી રહ્યો છે. શા માટે પડી રહ્યો છે અને ક્યા કામો માટે આ માલ મંગાવાયેલો છે. જો કોઇ કામ માટે આ માલ મંગાવેલો હતો તો પછી તેનો કેમ ઉપયોગ ના કરાયો તે સવાલ પણ ઉઠી રહ્યો છે. આ ક્યા વિભાગનો માલ પડી રહ્યો છે તેનો કમિશનરે ખુલાસો કરવો પડશે.ઉલ્લેખનીય છે કે અધિકારીને ખબર જ નથી કે કયા ડિપાર્ટમેન્ટ નો માલ છે, પણ 25 દિવસ પહેલા આવેલો માલ છે એમ ખબર છે એ વાત ગળે ઉતરતી નથી. દાળમાં કઈ કાળુ છે

કયા ડિપાર્ટમેન્ટનો માલ છે તે તો રેકોર્ડ જોઈને ખબર પડે...
આ બાબતે કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરના અધિકારી હર્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે સેન્ટર સ્ટોરમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ માંથી આવેલો માલ મૂકવામાં આવે છે અને આ પ્લાસ્ટિકના પાઇપ સહિતનો માલ પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટનો છે. લગભગ 25 થી 30 દિવસ પહેલા આવેલો માલ છે. હમણાં એવો સર્ક્યુલર પણ કરાયો છે કે જે વિભાગને જરૂર હોય તે સેન્ટર સ્ટોર માંથી ઉપયોગી માલ લઈ શકે છે પણ કયા ડિપાર્ટમેન્ટ નો માલ છે એ તો રેકોર્ડ જોઈને જ ખબર પડે.
હર્ષિતભાઈ શાહ, અધિકારી, સેન્ટ્રલ સ્ટોર,

Reporter: admin