હિન્દુત્વની મોટી મોટી વાતો કરતા ભાજપના નેતાઓ દ્વારા લક્ષ્મીજીનું અપમાન કરવામાં આવતા તેમનો બે મોઢાનો ચહેરો જનતા સમક્ષ આવી ગયો છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સન્માન કરતા એક કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સાથે વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ઉડાડેલી ચલણી નોટો ઉપર બુટવાળા પગ મૂકીને ઉભા રહ્યા છે અને પાછો ફોટો પણ પડાવ્યો છે આ ફોટો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. ભાજપના નેતાઓએ લક્ષ્મીમાતાનું અપમાન કરી હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્ટેજ ઉપર પૈસાનું પ્રદર્શન કરાયું હતું. અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકોએ ચલણી નોટો ઉડાવી હતી આ ચલણી નોટો સ્ટેજ પર વિખેરાયેલી પડી હતી પણ કોઈને એ સૂઝ્યું ન હતું કે આ બધી ચલણી નોટો એકત્ર કરી લઈએ અને પછી ફોટો શેસન કરીએ. ભાજપના નેતાઓએ ગરિમા ભૂલીને માતા લક્ષ્મીજ઼ી રૂપી ચલણી નોટો પર ઉભા રહીને ફોટોસેશન કર્યું હતું વડોદરા શહેરના વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના ભાજપના નેતાઓને કાર્યકરો ચલણી નોટોની પોતાના બુટ નીચે દબાવીને ઉભેલા હોય તેવો ફોટો વાયરલ થયો છે જે દર્શાવે છે કે ભાજપના નેતાઓ હવે સત્તાના મદમાં છકી રહ્યા છે. તેમને હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી. ભલે તેઓ સનાતનની વાતો કરતા હોય પણ બીજી બાજુ ભગવાનનો અનાદર પણ કરે છે તે સાબિત થઈ ગયું છે.
ચલણી નોટો ઉપર બુટ પહેરીને ઊભા રહી લક્ષ્મીજીનું અપમાન કરાયું હતું. આ તસવીર તમે ધ્યાનથી જોશો તો લક્ષ્મીજીનું અપમાન કરાયું હોવાનું સ્પષ્ટ પણે દેખાય છે અને એ પણ દેખાય છે કે ભાજપના નેતાઓની સત્તાનો નશો કેટલો છે. તેમને મનમાં એમ છે કે લક્ષ્મીજી તો અમારા પગમાં આવીને પડે છે. આ કાર્યક્રમમાં 10,20,50, 100,200,500 રૂપિયાની નોટો ઉડાડવામાં આવી હતી. આજે ગરીબ વર્ગનો કોઈ વ્યક્તિ પાંચ રૂપિયા પણ જો જમીન ઉપર પડેલા જુએ તો તેને લઈને માથે ચડાવે છે અને લક્ષ્મીજીની પોતાના પર કૃપા થઈ હોય તેમ માનીને હરખ અનુભવે છે પણ આ નેતાઓને સત્તાનો એટલો બધો નશો છે કે તેમને લક્ષ્મીજીની કંઈ પડી નથી.આ તો લક્ષ્મી માતાની કૃપા છે કે ભાજપના નેતાઓ કરોડપતિ થઈ ગયા છે. પરંતુ ભાજપના આ નેતાઓ કરોડપતિના નશામાં ભાન પણ ભૂલી ગયા છે. ભાજપના નેતાઓનું આ વર્તન સાબિત કરે છે કે સત્તાના નશામાં તેઓ કોઈ પણ હદે જઈ શકે છે
નિલેશ રાઠોડ ફરી વિવાદમાં...
ઉલીખનીય છે કે 2 દિવસ પહેલા જ કેનેરા કાફેના વિવાદમાં પૂર્વ મેયર નિલેશ રાઠોડની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી અને પોતાનો વોર્ડ ના હોવા છતાં કોઈકનાં ઇશારે તેમણે કેનેરા કાફેના માલિક વિરુધ્ધ બાંધકામ પરવાનગી શાખામાં રજુઆત કરી હતી.ગુરૂ તેવા ચેલા. લક્ષ્મીજીની કૃપા થાય તે હેતુથી નોટિસ અપાવી હતી. તેની ફરિયાદ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ ને પણ કરવામાં આવી છે.
Reporter: admin







