વડોદરા : ઉનાળાની શરૂઆત થતા પાણીની સમસ્યા વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી થઈ રહી છે ત્યારે વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ કાન્હા સીટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ.

વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉનાળાની શરૂઆત થતા પાણીની સમસ્યા ઉદભવી રહી છે સાથે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી નથી મળી રહ્યા ત્યારે વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ કાન્હા સીટીના રહેશો દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણીની સમસ્યા ને નિરાકરણ નહિ આવતા રહીશોએ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે સૂત્રોચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી.




Reporter: admin