મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં મુંબઈ સ્થિત ઉદ્યોગસાહસિક સોનિયા લાંબાને યંગ બિઝનેસ આંત્રપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગે, ગુજરાત થી એક માત્ર પસંદગી પામનાર, વડોદરા ના ગરિમા માલવણકરને પણ યંગ મીડિયા આઇકોન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો.

ગરિમા માલવણકરે નાની ઉંમરે મીડિયાના વિવિધ ક્ષેત્ર રેડિયો, ટેલિવિઝન, ગવર્મેન્ટ, કોર્પોરેટ, ફિલ્મ, પત્રકારત્વ, લેખનમાં જે કાર્ય કર્યું છે અને ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેને ધ્યાનમાં રાખો તેમણે વિશેષ આમંત્રિત કરાયા હતા.સોનિયા લાંબા એનિમેશન એન્ડ એન્ટરટેઈનમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ છે અને ગરિમા માલવણકર આ કાઉન્સિલના ઉપપ્રમુખ છે. બંને મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરી રહી છે અને નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે.આ કાર્યક્રમમાં જાણીતા મલેશિયન અભિનેતા અને તમિલ બિગ બોસના વિજેતા મુગેન રાવ, મલેશિયન શાહી પરિવારના સભ્યો અને દુબઈના પ્રખ્યાત સામાજિક કાર્યકર જોગા સિંહ જી પણ હાજર રહ્યા હતા.HMC ઇવેન્ટ્સ (દુબઈ) અને જોગા સિંહ જી દ્વારા આયોજિત યુનિવર્સલ આઇડોલ સ્પર્ધાના મલેશિયા ઓડિશન માટે જ્યુરી સભ્યો તરીકે સોનિયા લાંબા અને ગરિમા માલવણકરને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં આ સ્પર્ધા મુંબઈ અને દિલ્હીમાં પણ યોજાશે અને ફાઇનલ રાઉન્ડ દુબઈમાં યોજાશે.આ અદ્ભુત તક અને પ્રશંસનીય પહેલ માટે શકીલ હસન જીનો ખાસ આભાર, જેમણે અમને આ પ્લેટફોર્મ અને તક આપી.સોનિયા અને ગરિમાની આ સિદ્ધિ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની વાત છે.
આ બંને મહિલાઓ પોતાના કામ દ્વારા સાબિત કરી રહી છે કે જો ઇરાદા મજબૂત હોય તો કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.આ વિશે વધુ વાત કરતા ગરિમા માલવણકર જણાવે છે કે, 'પાંચ વર્ષ થી પચાસ વર્ષ સુધી ના વિવિધ ભાષાઓ માં ગાતા અનેક કન્ટેસ્ટન્ટ્સ આવ્યા હતા જેમાં થી અમે મલેશિયા થી 5 ફાઈનલિસ્ટ્સ ને અલગ અલગ 3 રાઉન્ડ ની કોમ્પિટિશનમાં મૂલવીને દુબઇ માટે સિલેક્ટ કર્યા છે. મલેશિયાની મલય ભાષા, યમન થી આવેલ અરેબિક ગીત ગાતો યુવાન, ઇંગલિશ, બોલિવૂડ, તમિલ, પાકિસ્તાન થી આવેલ કવ્વાલી ગાતા, કોરિયન ગાયક અને ટેવ અનેક પ્રતિભાશાળી પરફોર્મસે એડીશન આપ્યા. યુનિવર્સલ આયડલની જ્યૂરી બની આટલી મોટી ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ના વિનર શોધવા ની તક મળી તે મારા માટે ગર્વ ની વાત છે.'અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર દિવસો માં આ ઓડિશન મુંબઈ, દિલ્હી માં થશે અને વિવિધ દેશો માં થી સીલેક્ટેડ ફાઈનલિસ્ટ્સ ના સ્ટુડિયો રાઉન્ડ પછી ફાઈનલ દુબઈ માં આયોજિત થનાર છે.
Reporter: admin