News Portal...

Breaking News :

સરકાર દ્વારા પેસેન્જર વ્હીકલનું ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓના બદલે ખાનગી ફિટનેસ સેન્ટરમાંથી લેવાનું ફરજિયાત

2025-04-15 09:55:44
સરકાર દ્વારા પેસેન્જર વ્હીકલનું ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓના બદલે ખાનગી ફિટનેસ સેન્ટરમાંથી લેવાનું ફરજિયાત


દિલ્હી : ભાજપ સરકારની ભ્રષ્ટાચારને ડામવાની ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવી નીતિનો વધુ એક પરચો મળી ગયો છે. ભ્રષ્ટાચારને સીધું જ પ્રોત્સાહન આપતી હોય તેમ સરકાર દ્વારા રાજ્યોમાં પેસેન્જર વ્હીકલનું ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓના બદલે ખાનગી ફિટનેસ સેન્ટરમાંથી લેવાનું ફરજિયાત બનાવી દીધું છે. 



કેન્દ્ર સરકારના નવા ફતવા પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ, હેવી- મીડિયમ ગુડ્સ વ્હીકલ, હેવી-મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઈટ મોટર વ્હીકલ (LMV)નો કોઈપણ આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં. હવે આ તમામ પ્રકારના વાહનોનો ફિટનેસ ટેસ્ટ ખાનગી  ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS)માં કરાવવો પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાર્યરત 53 ખાનગી કંપનીઓને વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સત્તા હતી. 


આ પૈકી મોટા ભાગનાં સેન્ટરોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતી ચાલતી હોવાના દાવા થયા હતા. તેની તપાસ માટે સરકારે એક સમિતીની રચના કરી હતી, જેણે ભ્રષ્ટાચારની વાતને સાચી ઠેરવતો રિપોર્ટ ટ્રાન્સપોર્ટ વિભાગને આપ્યો હતો. નવાઈની વાત એવી છે કે, સમિતીના અહેવાલ બાદ આ ખાનગી સેન્ટરો ઉપર પગલાં લેવાના બદલે તેમને છુટ્ટો દોર આપી દીધો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ (MORTH)એ પરિપત્ર બહાર પાડીને ખાનગી કંપનીઓને જ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સત્તા આપી દીધી છે.

Reporter: admin

Related Post