હાલોલ સાવલી તાલુકાની સરહદે આવેલ ઘંટીયાળ ગામે ઘાસ ભરેલી આઇસર ગાડીમાં ભીષણ આગ લાગતાં આઇસર બળીને થઈ ખાખ થઇ ગઈ હતી.
હાલોલ તેમજ સાવલી તાલુકાની સરહદે આવેલ ઘંટિયાળ ગામે આજે બુધવારે સાંજે 5:30 વાગ્યાના સુમારે એક ખેતરમાંથી પસાર થઈ રહેલી ઘાસ ભરેલી એક આઇસર ગાડીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેને લઈને દોડધામ સાથે અફરા તફરી ફેલાઈ હતી જેમાં ખેતરમાંથી આઇસર ગાડી પસાર થઈ રહી હતી ત્યારે આઇસર ગાડીની બોડીમાં ભરેલા સૂકા ઘાસ જથ્થામાં કોઈ કારણસર એકાએક આગ લાગવાની ઘટના બની હતી જેમાં કોઈ કારણોસર લાગેલી આગે જોતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભીષણ આગની જ્વાળાઓ ઉઠવા પામી હતી.
વિકરાળ આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉઠવા પામતા ખેતરની આસપાસથી લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવી હતી જેમાં બનાવની જાણ થતા હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના ફાયર સબ ઓફિસર મોઈન શેખની આગેવાની હેઠળ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ સાંભળતોડ અગ્નિશમન વાહન સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને આઇસરમાં પાછળની બોડી સહિત સમગ્ર આઇસર ગાડીમાં લાગેલી આગ પર પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિષમાં જોતરાઇ હતી જેમાં ભારે જહેમત બાદ આખરે આઇસર ગાડીમાં લાગેલી ભીષાણ આગ પર ફાયર ફાઈટરની ટીમે કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી પરંતુ તે દરમ્યાન આઇસર ગાડી આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી હતી જેને લઇને આઇસર ગાડીના માલિકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલ છે.
...
Reporter: News Plus